________________
૩૩૧
ગાંગેયની ભિષ્મપ્રતિજ્ઞા અને સત્યવતીના કુલની સમજણ
“જે જસ સાથે લઈ મર્યા, એવા બે કે ચાર,
બાંધી અપયશ પિટલાં, મરતા અનેક ગમાર.” આ સ્થાને ભલભલા જ્ઞાનીઓ પણ ગાંગેયકુમાર માટે કે અજોડ અભિપ્રાય આપે છે :
सर्वेषि शानिनो ब्रूत, पृच्छामः खेचरा! वयं। योद्वतमाराध्य केनापि गृहमेधिना ॥
અર્થ : ગ્રન્થકાર પુછે છે, અથવા શંકાકાર પ્રશ્ન કરે છે; હે ચારનિકાયના દેવ ! વિદ્યાધરો! અથવા છદ્મસ્થ જ્ઞાની પુરુષે ! અમે નમ્રતાથી સમજવા માટે પૂછીએ છીએ કે, ગૃહસ્થપણુમાં રહીને આવું મન-વચન-કાયા વડે, બ્રહ્મચર્ય કોઈએ પાળ્યું હશે? તથા નવી માતાના પુત્રોને રાજ્ય આપવા પિતે રાજ્યને ત્યાગ કરે? અથવા પિતાને પરણાવવા માટે જ, પિતે આબાલ્યબ્રહ્મચારી થાય, તેવા તમે કોઈ જોયા હશે? નાવિકે પણ ગાંગેયકુમારની ઘણી પ્રશંસા કરી.
પ્રશ્ન : મહાભારત અને પુરાણોમાં, શાન્તનુ રાજાની બીજી પત્નીને, મત્સ્યગંધા તરીકે ઓળખાવી છે અને તે એક મચ્છીમારની રૂપાળી છોકરીને, યમુના નદીના કિનારે રખડતી ને, પારાસર ઋષિએ જોઈ હતી, અને કામાસકત થવાથી, તેણીને સમજાવી પોતાની ઝૂંપડીમાં રાખી હતી. તે બાળાથી પારાસરને વ્યાસ નામને પુત્ર થયે. જેમણે મહાભારત બનાવ્યું . આ વાત સાચી છે?
ઉત્તર : મત્સ્યગંધા મચ્છીમારની પુત્રી હતી. તેણીને માતાપિતા હતાં નહીં. તેણીની સાથે પારાસરે લગ્ન કર્યા હતાં. અને યમુના દ્વીપમાં રહેતા હતા. તેણીને બાળક થયે. તેનું નામ વ્યાસ છે. પરંતુ દ્વીપમાં જન્મ્યા માટે તૈપાયન બીજું પણ પ્રસિદ્ધ નામ જાણવું.
મહાકવિ પદ્મવિજ્ય પન્યાસનાં વચનો વાંચે ? તાપસ પારાસર નામે, તે નિન્દુ કન્યા એક પામે, લેઈ જાય યમના દ્વીપઠામે.” ૧ “તેણે પુત્ર ભલે એક જાયે, તેનું નામ કૈપાયન ઠા, છઠ ભેજી બ્રહ્મ ધરાય."ારા ઈતિ નેમનાથ સ્વામીને રાસ, દ્વારિકા દાહ વર્ણન.
પ્રશ્ન : તે પછી સત્યવતી પણ મચ્છીમારની પુત્રી હતી. એ તો જૈન ગ્રન્થો પણ કહે છે ને?
ઉત્તર : સત્યવતી અને વ્યાસની માતા બન્ને જુદી બાળાઓ હતી. મત્સ્યગંધા અનાત અને હલકા કલની છોકરી અથવા માછીની છોકરી હવા સંભવ છે. જ્યારે