________________
૩૨૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ભગવાન કેમ બેસે ? અથવા આપ જેવા મહાશયાના દર્શન કરવાથી, માણસાના કયાં પાપા નાશ પામે તે કહેશેા ? અમે તે તેવા ભાગ્યશાળી આત્માઓને પૂછીએ કે, ભાઈશ્રી ! જે મનુષ્યેાના મનમ ંદિરમાં કે, માનવાના શરીરમાં, આપને ઇશ્વર સાક્ષાત્ દેખાયા હાય– તા પછી, તે જ ઈશ્વરના વસવાટની જોડાજોડ, બિચારા મૂંગા પ્રાણીઓના અવયવા પધરાવવા કબરો કેમ મનાવા છે ? જે માનવના મનમંદિરમાં, ઈશ્વર સાક્ષાત્ આવ્યા હાય, તે શરીરમાં માંસ (મટન)–માછલી-મરઘાં-બતકાં–ઇંડાંના ટુકડા પધરાવી ઈશ્વરને શા માટે વટલાવા છે ? શું આપના ઈશ્વરના દરબારમાં આવી અપવિત્ર વસ્તુએ જ રાખવામાં આવે છે ?
યૂરોપ દેશના પ્રસિદ્ધ કવિ બર્નાડ શો, એકવાર એક પાર્ટીમાં મહેમાન અન્યા હતા. તેમને જમાડવા માટે ઘણી જાતની માંસની વાનીએ પીરસવામાં આવી હતી. બર્નાડ શેને ભાણું પીરસાયુ હતુ. પરંતુ તેઓએ ખાણામાં હાથ લગાવ્યા નહીં. પણ બેસી જ રહ્યા હતા. મહેમાનને સત્કાર કરનાર ગૃહસ્થે કવિને પૂછ્યું, આપ કેમ જમતા નથી ? કેમ એસી રહ્યા છે ?” અર્નાડ શોના ઉત્તર ઃ ભાઈ! મરેલા પ્રાણીઓને દાટવાની જગ્યાને કબ્રસ્તાન કહેવાય છે. ત્યારે ભાઇશ્રી ! આ મારું શરીર કબ્રસ્તાન નથી કે જેમાં, આ મરેલા જીવાના ટુકડા કરેલા અવયવા પધરાવી શકાય ! હું પાતે કે મારું શરીર કબ્રસ્તાન નથી એમ આપ સમજો.
વાચકે સમજી શકે છે કે, મરેલા જીવાને દાટી નાખવાની જગ્યાને, કબ્રસ્તાન કહે છે. જ્યારે જીવતા, હાલતા, ચાલતા, ખેલતા, પ્રાણીઓને મારી નાખી, તેમના અવયવાના ટુકડા કરી, આનંદપૂર્વક માણસે પોતાના શરીરમાં પધરાવે છે. આવી અત્યંત અમેધ્ય અને દુર્ગન્ધથી ભરેલી ચીજોની વખારમાં, ઈશ્વર બેઠા છે આવું કહેનારાએની અક્કલ એર મારી ગઈ હાય, પરંતુ સાંભળનારા પણ સાંભળીને ચલાવી લેનારા બુદ્ધિમાન કેમ કહેવાય ?
વિષ્ણુ ભગવાન અર્જુનને શું કહે છે, તે વાંચેા.
पृथिव्यामप्यहं पार्थ! वायावग्नौ जलेप्यहं । वनस्पतिगतश्चाहं सर्वभूतगतोप्यहं ॥ १ ॥
અર્થ : વિષ્ણુ ભગવાન અજુ નને ફરમાવે છે, હે પાથ અર્જુન ! પૃથ્વીમાં, જલમાં, અગ્નિમાં, વાયુમાં અને વનસ્પતિમાં પણ હું વસું છું. તથા બે ત્રણ ચાર પાંચ ઇંદ્રિયાવાળા સર્વ ભૂતામાં જીવામાં મારા વાસ છે.
यो मां सर्वगतो ज्ञात्वा न च हिंसेत् कदाचन, तस्याहं न प्रणस्यामि, यश्चमाम् न प्रणस्यति ||२||
અર્થ : જે માણસ મને ( વિષ્ણુને ) સર્વ પ્રાણીઓમાં, જીવ માત્રમાં વસેલે સમજીને, પ્રાણીઓના નાશ નથી કરતા, તે જ મારો બચાવ કરનારો હેાવાથી, મારા સાચા ભક્ત છે. ભૂતાને નાશ તે જ મારા નાશ છે. ભૂતાનું રક્ષણ તે જ મારું રક્ષણ છે. મને