________________
૩ર૭
મહાપુરુષ ગાંગેયનંા પિતૃભક્તિ અને ઉદાર વિચારે પાસે આ વાત કહી શકાય તેવી હતી જ નહીં. તેથી ગેયકુમારને પિતાની ઔદાસીજેદશા જાણવા મળી નહીં.
તેથી તુરત બહાર આવી, રાજના અનુચરોને બોલાવ્યા. અને પિતાજીના દુઃખનું કારણ પૂછ્યું. તેમણે પણ નૌકાની બાળાના મેળાપથી, યાવત તેણીના પિતાના ઉત્તર સુધીની વાત, કુમાર ગાંગેયને જણાવી દીધી. અનુચરોની વાત સાંભળી, કુમારને દુઃખ થયું, મારા પિતાજીને, પિતાના દુષ્ટ શિકાર વ્યસનના પરિણામે, અનુકૂળ ગહિનીની સેવાને લાભ થયો નથી. પિતાની ચિંતા મિટાવે નહીં. તેવાઓને, પુત્રે કેમ કહેવાય? માટે આજે મને પિતાની સેવાનો અલભ્ય લાભ મળશે.
માય–તાય વિદ્યાગુરુ ગુરુ ધર્મ દાતાર, સર્વ ઉપાય કર્યા છતાં, થાય ને પ્રત્યુપકાર.”
“ઉત્તમ બહુ સેવા કરે, મધ્યમ સેવા અલ્પ,
, અધમ પુત્ર મા-બાપને, આપે દુખ અનલ્પ.” સેવાની તક સાંપડી જાણીને, ગાંગેયકુમાર અલ્પ પરિવાર સાથે લઈ, કાલિંદી નદીના કિનારે નાવિકેના માલિકના મુકામ ઉપર ગયા. અને પિતાને સારુ સત્યવતી બાળાની પ્રાર્થના કરી. અને નાવિકને ઉદ્દેશીને કહે છે : મહાભાગ્ય! શાન્તનુ રાજા જે, મહારાજા, તારી પુત્રી માટે પ્રાર્થના કરે છે! આ જમાઈ મળ પણ દુર્લભ ગણાય. તે પછી તમે નિષેધ કેમ કરે છે?
ન હવે નાવિક જણાવે છે. હું બરાબર સમજું છું. મારી પુત્રીને યોગ્ય વર મળે છે. મારે પિતાને જ દીકરી માટે જમાઈ શોધ પડે, તો પણ મનપસંદ મળે કે ન મળે અને આતે ઘેર આવીને પ્રાર્થના કરે છે, તેને મારે ના પાડવી પડે છે. ત્યાં ઘણું મોટું કારણ છે. રાજકુમાર તમે સાંભળે.
આપ ન્યાયી અને વિનયી છે. માટે જ હું જણાવું છું. સામાન્ય જગતમાં પણ, જેને યુવાન પુત્ર હોય, તેવા ગૃહસ્થને પણ દીકરી આપવી જોખમ ગણાય. તે પછી તારા જેવા બળવાન-ગુણવાન-વિદ્યાવાન યુવરાજના પિતાને, પુત્રી કેમ અપાય ? કારણ કે આપ ઘણા ગુણી છે. છતાં પણ ભવિષ્યના રાજા તો તમે જ થશો ને ? મારી પુત્રીને પુત્રો તો નામના જ રાજકુમાર કહેવાયને ? માટે હું રાજમાતા બને નહીં તેવા સ્થાનમાં પુત્રીને કેમ આપું?
- વસરા: શાન્તનો છે, સત્નોડાવવા
सपत्नीतोपि तज्जातं, नितान्तमतिरिच्यते ॥ १ ॥ - અર્થ : શેક્યના ઘરમાં રહેનારી બાળાને, શોક્યને પુત્ર પણ શક્યના જે જ ગણાય છે. અને આ સ્થાને મારી પુત્રીને, તમે પોતે જ શક્યના પુત્ર છો. નાવિક કહે છે?