________________
૩૨૫
ગંગાદેવીનો પતિને ઉપદેશ અને પુત્રને શિખામણ ને મારે તેને હું બચાવું છું. દુઃખોથી અને મરણોથી બચવું હોય તે કોઈ પ્રાણીને હણશે નહીં.
“વિષણુ અર્જુનને કહે, સર્વ ભૂત મુજ વાસ,
સર્વ ભૂત રક્ષણ કરે, ન કરું હું તસ નાશ.’ ગંગાદેવીએ સંસારની અસારતા સમજાવનારી ઘણી દલીલ કરીને, શાન્તનુ રાજાને શાન્ત કર્યો. અને પુત્ર ગાંગેયને પણ રાજાને સેં . અને ભલામણ કરી, સ્વામીનાથ ! મેં આપના પુત્રને સંસ્કારો આપ્યા છે. તેના ચિત્તમંદિરમાં પ્રાણીમાત્રની દયાને બગીચો વાવ્યા છે. તેને સંસ્કારો આપીને વિકસિત બનાવશે. હવે હું રજા લઉં છું.
ગંગાદેવીએ પુત્રને પણ ઘણું શીખામણ આપી.
“જિનશાસન આરાધના, જનક ચરણની સેવ, રક્ષણ પ્રાણી સર્વનું, પૂજ્ય નમન નિત્યમેવ.”,
આવી ઘણી શિખામણ આપીને, ગંગાદેવી ભાઈઓ સાથે રત્નપુર ગયાં. ગંગાદેવીને જતાં રાજા અને ગાંગેય જોઈ રહ્યા. બંનેની આંખો ભીંજાઈ ગઈગાંગેય તે મોટા અવાજે રેવા લાગ્યા.
“માતા ગઈ વાત્સલ્ય ગયું, ગયો હૃદયને સ્નેહ, યથા વનસ્પતિ સર્વને, પૂર્વ અષાઢ મેહ.” “વર્ષા વર્ષે ઘણું. અષાઢ જેવા નોય, સગા જગતમાં સેંકડો, જનની તુલ્ય ન કેય.” “સગા સર્વ પલટાય છે, જનની નહીં પલટાય,
સાચો રાગ મજીઠને, કદી નાશ નવ થાય.” રાજાએ ગાંગેયને ખૂબ દિલાસો આપે. પુત્રનો લાલનપાલનને સ્વાદ, રાજાને પહેલે જ હતો. ઘણા વર્ષે પ્રાપ્ત થયો હતો. તેથી ગાંગેયને પિતાથી જરાપણ અળગો થવા દીધું નહીં. નગર પ્રવેશ કરતાં પુત્ર પ્રવેશ માટે ઉત્સવ ઉજવ્યો. થોડા જ દિવસો પછી કુમારને આડંબરપૂર્વક, યુવરાજ પદવી આપી. કેટલાક દિવસે ગંગાદેવીને ઉપદેશ યાદ રહ્યો.
વળી પાછું શિકારનું વ્યસન જાગતું થયું. રાણું તો ક્યારેક ઘણું વિનવી અટકાવતાં હતાં. પણ પુત્ર પિતાને શું કહી શકે ? એકવાર શિકાર કરતા શાન્તનુ રાજા