________________
૩૨૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કાલિંદી નદીના કિનારે પહોંચ્યા. ત્યાં કાલંદી નદીના પ્રવાહમાં, નૌકામાં બેઠેલી, નાગકન્યા જેવી એક બાળાને રાજાએ જોઈ.
બાળાનું રૂપ જોઈ રાજાને કામદેવ જાગે. અને નજીક જઈને બાળાને પૂછ્યું, બાળા ! તું કોની પુત્રી છે, ક્યાં રહે છે, પરણેલી છે? અથવા કુમારી છે? બાળાને ઉત્તરઃ યમુના નદીના કિનારા ઉપર વસનાર, અને નાવિક લોકેના સ્વામીની હું સત્યવતી નામની કન્યા છું. મારા પિતાની આજ્ઞાથી, મુસાફરોને મફત નૌકામાં બેસાડી, બીજા કિનારે ઉતારું છું.
રાજા બાળાને ઉત્તર સાંભળીને, તુરત નાવિક પાસે ગયે, અને કન્યાનું માથું કર્યું. નાવિક બે હાથ જોડીને રાજાને કહે છે, મહારાજ ! કન્યા અવશ્ય બીજાને આપવાની હોય છે. તેમાં પણ આપ મેટા રાજવી, ઘેર આવીને માગણી કરે છે. આ જમાઈ મારા જેવાને મળ પણ દુર્લભ ગણાય. પરંતુ રાજન ! આપને મહાબલવાન ગાંગેય નામને યુવરાજ પુત્ર છે.
તેથી મારી પુત્રીના પુત્રને રાજ્ય તે મળે જ નહીંને? પછી રાજાની રાણ થવાથી લાભ શું?
“રાજાની રાણી બની, રાય-માનવ થાય છે કારાગારના કેદીયે, જે જન્મ ગણાય.” “રાજાની રાણીપણું, કેદિ અવતાર, અનેક ને ભેગી કરી. બગડાવે. સંસાર.”
પહેલે પાર બતાવીને, પછી કરે અપમાન,
રાજાની રાણીપણું, કારાગાર સમાન.” નાવિકનાં વચને રાજાએ સાંભળી લીધાં, બરાબરે યુક્તિયુક્ત હોવાથી, કશું બેલ્યા વગર રાજાએ વિદાય લીધી. મનમાં વિચાર કર્યા. નાવિક કહે છે તે સાચું છે. બધી રીતે યોગ્ય ગાંગેયને જ રાજ્ય મળે ને?
મૌન થઈ રાજા ચાલ્યા ગયે. નગરમાં અને પિતાના મહેલમાં આવ્યું. પરંતુ મુખ ઉપર પ્રસન્નતા નથી. વારંવાર સત્યવતી બાળા યાદ આવે છે. અને નાવિકની વાત મુજબ પોતે કન્યાને પામી શકે નહીં. આ વાત પણ સાવ સાચી છે. હવે શું કરવું ? આવા વિચારમાં રાજા પલંગ ઉપર પડ્યો.
પુત્ર ગાંગેયકુમાર પિતાની પાસે આવ્યો. તેને પણ લાગ્યું કે, મારા બાપુ આજે મેટી ચિંતામાં જણાય છે. નમ્રતાથી હાથ જોડીને, ઔદાસીજનું કારણ પૂછ્યું. પરંતુ પુત્ર