________________
૩૧૭
ગંગાકુમારીએ શાન્તનુ રાજાને, પિસની પ્રતિજ્ઞા સંભળાવી.
આજે કુમારીના પિતા અને ભાઈઓ પણ આવેલા હતા. ઘણા સમુદાયે રાજા શાન્તનને માન આપ્યું. સ્વાગત કર્યું. મોટા સિંહાસન ઉપર બેસાડીને રાજાને ભેટ મૂકી. શાન્તનુ રાજા અને તેને પરિવાર, આ બધે આકસ્મિક સત્કાર જોઈ વિચારમાં પડી ગયા હતા. અને સામે ઊભેલા કુમારીના ભાઈને પ્રશ્ન પૂછો.
શાન્તનુ રાજાને પ્રશ્ન : આપ કોણ છે ? આ મહેલ શા માટે ? અમને સત્કાર કરવાનું કારણ શું? કુમારીના મોટાભાઈએ, પિતાની ભગિની ગંગાકુમારીને બતાવીને, નિમિત્તિયાને પુછાએલી હકીકતથી પ્રારંભીને અત્યાર સુધીની, બધી વ્યવસ્થા કહી સંભળાવી. જે સાંભળી રાજાના આનંદને પાર રહ્યો નહીં.
ઉદ્યમ કરે અનેક પણ, લક્ષ્મી નારી દેય, પામર નર પામે નહીં, પામે વખતે કેય.” છે ૧
પણ ઉદ્યમ કીધા વિના, ધન નારી પરિવાર,
પામે સુન્દર સાધને, મહાપુણ્ય નર-નાર.” | ર છે કુમારીના મોટાભાઈ વસ્તુસ્થિતિ સમજાવીને મૌન રહ્યા, તેટલામાં ગંગાકુમારી રાજાની થોડે નજીક આવીને, રાજા સામે હાથ જોડી બોલવા લાગી, મહારાજ ! મારા મહાપુણ્યદયથી મને આપની સહચરી બનવાનું ભાગ્ય પ્રાપ્ત થાય તેની પહેલાં, શેરડી પ્રાર્થના કરું છું, તે આપ ધ્યાનપૂર્વક સાંભળો અને સ્વીકાર કરે છે, જેથી મારી સમગ્ર જિંદગીની ઈચ્છાઓ પૂર્ણ થાય.
મહારાજ મેં વીતરાગના મુનિરાજોનાં વચને સાંભળીને, શ્રાવિકાને યોગ્ય અને મારાથી આખી જિંદગી સાચવી શકાય તેવાં, કેટલાંક વ્રત ગ્રહણ કર્યા છે. તેમાં સર્વત્રસ જીવોની હિંસા કરવી નહીં, નિરપરાધી જીવેને જાણી જોઈને મારવા નહીં, તથા ત્રસજીના નાશથી બનેલાં કેઈપણ માંસાદિ ભેજન કરવાં નહીં, તથા સર્વ જીવોના શિકારનો ત્યાગ કરનાર મહાપુરુષને પોતાના જીવનનો માલક બનાવ, મારી જિંદગી હું તે મહાપુરુષને જ અર્પણ કરી શકું?
આપને ઉપર મુજબની નમ્ર પ્રાર્થના કબૂલ હોય તે, હમણાં જ અતિમનોહર મુહૂર્તમાં આજ ને આજ, આ સ્થાને, બાળાને આખી જિંદગીની સહચરી બનાવી શકે છે. મારી પ્રાર્થના અને નમ્ર નિવેદન, આપને કંટાળારૂપ થયું હોય તે, ક્ષમા માગી વિરમું છું.
- ગંગાકુમારીના રૂપ–લાવણ્ય–સૌભાગ્ય–સુસ્વાદ ગુણોને જોઈને રાજા શાન્તનુ મંત્રમુગ્ધ બની ગયો હતો. વળી આજ સુધીમાં તેને મનનેવિસામો, ઉતમપત્નીને સમાગમ પણ મળેલ ન હોવાથી, મહા શિકારી શાન્તનુ રાજાએ, ગંગાકુમારીની બધી જ માગણીને, કશી હા કે ના કહ્યા વગર સ્વીકાર કરી લીધું. તે પણ કુમારીએ થોડો પ્રસ્તાવ ફરીને મૂકો.