________________
૩૧૬ .
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
સેનાને સાત માળને, સુંદર એક મહેલ બનાવ્યું. જેમાં રહેવાના, ખાવા-પીવાનાં, સુવાબેસવા-ફરવાનાં, સાધને વસાવીને, ઘણુ સખીઓ અને દાસીઓના સમુદાય સાથે, પુત્રીને ત્યાં રાખીને, રાજા સ્વસ્થાને ગયા.
શાન્તનુ રાજાને વળગેલું શિકારનું ભયંકર વ્યસન, દિનપ્રતિદિન આગળ વધી રહ્યું હતું. પાપાનુબંધિ પુણ્યના ઉદયથી, મળેલી રાજ્યસામગ્રી અથવા ધનસામગ્રી, જીવને પાપ કરાવવામાં જ વપરાય છે. તેથી શાન્તનુ રાજાના વિચારો અને વ્યવસાયે શિકારમયજ હતા.
“અજ્ઞાનકષ્ટના યોગથી, અકામ પુણ્ય બંધાય, રાજ્ય-રમા-રામા મળે, મહાપાપ સર્જાય.” ૧
સમ્યગદર્શન-જ્ઞાન-તપ, પુણ્ય ખૂબ બંધાય; અભય-સુપાત્ર અનુકંગમાં, બધું પુણ્ય ખર્ચાય.” ૨ રાજ્ય મળ્યું લક્ષ્મી મળી, શીકાર-માંસાહાર, બીજા પણ પાપ કરી, કુગતિ જાય ગમાર.” ૩
મહાપુણ્યદય જીવને, જીવદયા સમજાય,
યથા યોગ્ય આદર વધે, તે દુખને ક્ષય થાય.” ૪ એક દિવસ સાથીદારોની પ્રેરણાથી, શાન્તનુ રાજા શિકારને શેધતો શેલત ગંગાકમારીના મહેલથી અલંકત, જંગલમાં દાખલ થયે. પશુ જાતથી ભરાએલા જંગલને જોઈને, રાજા અને તેને શિકારી સાથીદાર, ખૂબ ખુશી થયા. અને જેટલામાં રાજાના માણસ દ્વારા, બાણ ખેંચવાની તૈયારી થતી હતી. તેટલામાં એક માણસ દોડતું આવ્યું.
રાજા તથા શિકારીઓને, શિકારના વ્યાપારે બંધ રાખવા પ્રાર્થના કરીને, કહેવા લાગ્યો : | મહેલને પહેરાવાળેઃ મહારાજ! સામે એક મહેલ દેખાય છે. તેને આપ જોઈ શકે છો. તે મહેલ મારા માલિકને છે. તેમાં તેજ મારા માલિક રાજવીની, કુમારી દીકરી રહે છે. તેની સાથે કેટલિક મહલ્લિકાઓ અને દાસીઓનો પરિવાર પણ છે. અમે બધા આપના સ્વાગત માટે જ આ સ્થાને રહ્યા છીએ.
રાજા ગર્વને પર્વત હતો. કેઈની સત્તાના તેરથી, તેને શિકાર અટકાવી શકાય ન હતું. પરંતુ આ સ્થાને રાજકુમારીના મહેલના પહેરાવાળાની નમ્ર પ્રાર્થના તથા મહેલ કુમારી અને સ્વાગત વચનના કાર્મણથી, રાજાના શિકારમય રૌદ્ર પરિણામો રવાના થઈ ગયા. અને શિકાર માટેની બધી તૈયારીઓને આટોપીને, બહુ થોડા જ ક્ષણોમાં મહેલ પાસે આવી, મહેલના સાતમે માળે ચડી ગયો.