________________
૩૧૧
ગુણોની મુખ્યતા એજ, જૈનશાસનની વિશિષ્ટતા છે. વિન નાખનારા, સર્વદેને દેશવટે અપાયે હોય. તેવાજ સૂરિમહારાજ, ઉપાધ્યાય મહારાજ અને સાધુ મહારાજને, જેને ગુરુ તરીકે માનવા ફરમાવ્યું છે. તેમજ વીતરાગતાની પ્રાપ્તિનાં ઉપાદાન કારણ, એવા સમગ્રદર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ સમુદાયને, જેનેએ ધર્મ તરીકે સ્વીકારેલ છે.
પ્રશ્ન : ત્રીજા ચોથા પાંચમા પદમાં રહેલા સૂરિવાચક મુનિ મહાશય વીતરાગતાના આરાધક છે આવું કેમ માની શકાય?
ઉત્તર : ત્રીજા-ચોથી-પાંચમા પદને ધારણ કરનારા મહાપુરુષ, પ્રારંભથી જ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ મમતાને ત્રિવિધ-ત્રિવિધ ત્યાગ સ્વીકારે છે. તથા આ પાંચે મહાવ્રતને સાચવવા, વિકસાવવા અને સ્થિર બનાવવા માટે, સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્ર તપની અવિરત આરાધના ચાલુ રહે છે.
ઉપરાંત પાંચ સમિતિ, પાંચ આચાર, બાર પ્રકાર તપ, બારભાવના ચરણ-કરણસિત્તરી વગેરે ગુણોને અભ્યાસ ચાલુ રાખે છે. આવા આચારને પામેલા મુનિરાજને, બહુ ડાજ કાળમાં, વીતરાગદશા પ્રાપ્ત થવાની સંભાવના રાખી શકાય છે.
પ્રશ્ન : સમિતિ, આચાર, તપ, ભાવનાઓને કે ચરણકરણ સિત્તરીને સમજતા ન હોય, ઓળખતા જ ન હોય, તેમને વીતરાગતાના આરાધક કહી શકાય છે?
ઉત્તર : ઉપર જણાવેલા મહાવ્રત, આચાર, પ્રવચન માતાઓ, ચરણ-કરણ સિત્તરિએ હોયજ નહીં, તેવા દ્રવ્યસાધુ કહેવાયા છે. ભાવથી સાધુદશા આવી હોય, એટલે છઠ્ઠું સાતમું, ગુણઠાણું અનુભવતા હોય, તેવા મહાપુરુષોને, સૂરિ વાચક અને મુનિ તરીકે નમસ્કાર થાય છે. માત્ર જૈન સાધુવેશને જ નહીં.
પ્રશ્નઃ ભાવ સાધુદશા આવે તો દ્રવ્ય સાધુવેશની જરૂર નહીંજને?
ઉત્તર : એ પણ બરાબર નથી, સાધુવેશમાં રહેલો, પિતામાં લઘુતા ભાવ, પંચપરમેષ્ઠિ–ભગવંતના ગુણોને અભ્યાસ કરતે, ગુણ અને ગુણી આત્માઓનું અનુમોદન કરતો, પિતાનાં દુષણોને યાદ કરીને વારંવાર નિદા-ગહ કરતો, શક્ય હોય તેટલી બધી જ આરાધનાઓમાં આદર વધારતા, સાધુવેશમાં રહેલે આત્મા, વખતે ભાવ સાધુપણું પામે છે.
પ્રશ્ન : આપણે પ્રશ્ન તો એજ છે કે આત્માના કલ્યાણમાં, ભાવ સાધુતા જ કારણ હોય તો, સાધુવેશ પહેરે તેય ભલે, અને ન પહેરો તોય ભલે. અથવા જે ભાવ સાધુદશા આવે જ નહીં તો પણ સાધુવેશ નકામે છે. આ વાત સાચી ને?
ઉત્તર : ગુણે પ્રકટ થયા પછી પણ વધારે આયુષ હોય તો સાધુવેશ લેવોજ પડે છે. સંપૂર્ણ ગુણ કેવળી ભગવાન પણ, ભરત મહારાજા વગેરે, આખી જિંદગી વીતરાગના સાધુવેશમાંજ રહ્યા છે, માટે સાધુવેશ નકામે નથી. અને ગુણ ન આવ્યા હોય તો પણ