________________
૨૯૯
માતાને ઘમની ઈચ્છા પૂર્ણ કરનાર મહાપદ્મચક્રવતી
“સેને બહેને કહી, કેવી જૂઠી વાત? ઈર્ષા કલિ-સરસાઈના, કેવલ જ્યાં અવદાત.”
જનનીના અપમાનને, દેખી પદ્મકુમાર; રિસાઈ વનવાસી થયા, જેયા દેશ અપાર.” મન સાથે નિશ્ચય કર્યો, માય પ્રસન્નતા કાજ; જિનબિબે બહુ સ્થાપશું, જે હું પામીશ રાજ.”
મહાપદ્મકુમાર, ઘરમાંથી ચાલ્યા ગયાની, ખબર પડવાથી પિતાને ખૂબ દુઃખ થયું. અને મોટા પુત્ર વિષ્ણુકુમારને બોલાવી, રાજ્ય લેવા સમજાવ્યા. પરંતુ વિષકુમાર કહે છે, પિતાજી? હું તે પહેલેથી જ દીક્ષા લેવાની ભાવના ભાવું છું. આપ દીક્ષા લેશે તે હું આપની સેવા કરવા માટે, સાથે જ દીક્ષા લઈશ.
પક્વોત્તર રાજાએ, મહાપદ્મકુમારની શેધ કરાવી, પત્તો લાગ્યું નહીં. અને છેવટે થાકીને, વિષકુમારને સાથે લઈ, પવોત્તર રાજાએ, સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. રાજાની દીક્ષા પછી પ્રધાનએ, મહાપદ્રકુમારની શોધ કરાવી. દેશદેશ તે રવાના કર્યા. પિતા તથા મોટાભાઈએ દીક્ષા લીધાની વાત સાંભળી, મહાપદ્યને ઘણું દુખ થયું.
1 મહાપદ્મ મહાપુણ્યવાન આત્મા હતા. તેથી પગલે પગલે નિધાન પામત. દેશદેશ અને ગામેગામ, ઘણા રાજાઓ તથા વિદ્યાધરના, આદર-સત્કાર-સન્માન સાથે, દેવાંગના જેવી હજાર કન્યાઓનાં, પાણિગ્રહણ પામીને, તે બાળાઓને. તે તેમના પિતાઓના રક્ષણમાં મૂકીને, અનુક્રમે ઘણા દેશમાં ફરીને, શીધ્ર પ્રમાણે પિતાની નગરીમાં પાછા આવ્યા. પ્રધાને અને પ્રજા વગે કુમારને મોટા સત્કારપૂર્વક પ્રવેશ કરાવ્યું. અહીં આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. છ ખંડે સાધીને ચક્રવત થયા. એક લાખ અને બાણું હજાર પત્નીઓના સ્વામી થયા. પોતાની માતાના મનથી પૂર્ણ કરવા રત્નાનાં, સુવર્ણનાં, ૨જતનાં, સ્ફટિકનાં, ચંદનનાં, હજારે જૈન મંદિરે કરાવ્યાં અને લાખો જિન પ્રતિમાઓ કરાવી. પ્રતિવર્ષ રથયાત્રા કઢાવી, માતાની ભાવના પૂરી કરી.
પ્રશ્ન : મહાપદ્મ ચકવત કયારે થયા? તેમનું આયુષ્ય, શરીર વગેરે કેટલું તે જણાવશે.
ઉત્તર : મહાપ, બાર પૈકીના, નવમા ચક્રવતી થયા છે. તેઓ મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં થયા છે. તેમના પિતાજી તથા મોટાભાઈએ પ્રભુજીના શિષ્યના હાથે દીક્ષા લીધી છે. તથા ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય છે માટે પ્રભુજીના સમકાલીન સંભવે છે. તેમનું શરીર પ્રમાણ વીસ ધનુષનું હતું. તેઓ પ્રાન્ત દીક્ષા પામીને મોક્ષે ગયા છે.