________________
૩૦
હનુમાનજી માટેની પૂજાની વિચારણા
પ્રશ્ન: હજીમાનજીને તેલ-સિંદૂર ચડાવાય છે. આકડાનાં ફૂલની માળા પહેરાવાય છે. તે શું હનુમાનજીની ભક્તિ કહેવાય નહીં?
ઉત્તર : પ્રાયઃ ઘણાં ગામમાં ગામને ઝાંપે, અગર ગામ બહાર-હનુમાનજીનું મંદિર હોય છે. કમાડ હોતાં નથી. ખુલ્લાં મંદિરમાં કૂતરાં જેવી અટકચાળી જાત પેસે છે. કૂતરાં તેલ ચાટવા પણ આવે છે. નિધણીયાતા સ્થાનમાં કૂતરાં ભરાય છે. કૂતરાં સારી ચીજ ઉપર મૂતરે છે.
આવી પશુજાતિઓથી આશાતના થાય તે સમજાય તેવું છે. ઉપરાંત તેલ-સિંદૂર ચડવાથી લાંબા કાળે મૂર્તિ ઉપર મેલના પિપડા બાઝે છે. આ પણ આવા ઉત્તમ દેવનું અપમાન છે. તથા આકડાના ફૂલે પણ, ફૂલેથી જાતેમાં અધમ ફૂલ ગણાયું છે. ઉત્તમ ફૂલે ઘણાં છે. ગુલાબ–મોગર–ચબેલી-મચકુંદ-જાઈrઈ-જાસૂદ-ડમ-મર-કમળ-કેવડ-કેતકી-કુન્દ વગેરે અનેક જાતિનાં સુન્દર ફૂલ છોડી, આવી તુચ્છ જાતિ કેમ ચડાવાય?
પ્રશ્નઃ દેવના મંદિરને તાળાં વાસવાં તે વ્યાજબી છે?
ઉત્તર : દે માટે બહુમાનની જરૂર લાગતી હોય તે, આશાતનાનાં બધાં જ કારણે આવતાં અટકાવવા તે, સાચા ભક્તોની અનિવાર્ય ફરજ ગણાય. દેવમંદિરને ખુલ્લાં રખાય છે. ત્યાં કૂતરાં ગધેડાંના અડ્ડા જામે છે. પક્ષીઓના માળા થાય છે. જુગારીઓ ચોરટાઓ અને પારદારિકના વિશ્રામ સ્થાને બને છે. નાના મોટા છોકરાઓને, કીડાંગણું બની જાય છે. ઉજાણીઓ, નાસ્તા-પાણી પણ દેવના મંદિરમાં કરી શકાય છે. નજીક વસનારા ગૃહસ્થ સુવે છે. અનાજ વગેરે સુકવે છે. નહાય છે. ધુવે છે. પાના, ચપાટ, મેઈ, દડા, રમત રમાય છે. માટે પ્રભુજીનાં મંદિરો સલામતી માટે ખુલ્લા રાખવા વ્યાજબી નથી.
ઈતિ માતાના પરમ ભક્ત વીર પુરુષ હનુમાનજીની કથા સંપૂર્ણ હવે પિતાજીની પરમ ભક્તિ કરનાર મહાપુરુષ ગાંગેય ભિસ્મપિતાની કથા
આ ભરતક્ષેત્રમાં પહેલા જિનેશ્વરદેવ ઋષભદેવ સ્વામીના સો પુત્ર હતા તેમાં એક કુરૂનામાં હતો. તેના નામથી કુરૂદેશ કહેવાય. કુરૂને પુત્ર હસ્તી હતા. તેના નામથી નગરનું નામ હસ્તિનાપુર થયું. શ્રી ઋષભદેવસ્વામીના પુત્ર ભરતચક્રીના પુત્ર સુર્યશા રાજા હતા. તેમના નામથી, સૂર્યવંશ ચાલ્યા. તેમની પરંપરાના રાજાઓ સૂર્યવંશી રાજાઓ કહેવાયા છે.
તથા પ્રભુજીના બીજા પુત્ર બાહુબલિ મહારાજ હતા. તેમના પુત્ર ચંદ્રયસા રાજા હતા. તેમની પરંપરાના રાજા ચંદ્રવંશી રાજાએ ગણાય છે. આ હસ્તિનાપુરની ગાદી ઉપર ધર્મનાથ સ્વામીના તીર્થમાં, ચોથા સનકુમાર ચકી થયા. તથા પાંચમા-છઠ્ઠા સાતમાં