________________
૩૦૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પોતાના આવા અવિચારી કર્તવ્ય માટે, આખી જિંદગી શેક અને પશ્ચાત્તાપ ભોગવવો પડ્યો.
પવનજી કહે છે, તમે પણ માતાપિતાએ, બિનગુનેગાર પુત્રવધૂને પ્રસૂતિના કાળમાં, દેશનિકાલ કરાવીને, કેવળ પુત્રવધૂને જ નહીં, સાથે પુત્રના અને પૌત્રના પણ વિનાશને આમંત્રણ આપ્યું ગણાય. આવું બધું સંભળાવી પવનજી ગયા. માતા કેતુમતી, અંજના ઉપર આકાશ કરતી હતી અને પોતાના કૃત્યને ગર્વ અને હર્ષની દષ્ટિએ વિચારતી હતી. તે જ પવનજીની માતા અને અંજના સતીની સાસુ હવે પકે મૂકીને રડતી હતી અને પોતાની અજ્ઞાનતાને વારંવાર ધિક્કારતી હતી. ઉતાવળીઆ માણસ પ્રાયઃ પાછળથી પસ્તાવો કરે છે.
અધિકાર મોટાઈથી, જગના જીવ બધાય, અભિમાન પર્વત પર ચડી, ભૂલે ભાન સદાય.” ૧
ક્તલ કરાવે કઈકની, કઈક દેશનિકાલ, પુત્રી-પત્ની-બહેનને, લૂંટી લે ઘનમાલ.” ૨
અધિકાર સઘળા કહ્યા, મહાપાપની ખાણ, અનર્થ ખૂબ કરાવીને, આપ દુર્ગતિ ઠાણ.” ૩
મહા વિવેકી જીવડો, જે પામે અધિકાર, બુદ્ધિ – ધન – શક્તિ વડે, બ કરે ઉપકાર.” ૪ “જિનવરનું શાસન મળે, પછી મળે અધિકાર, કુમારપાળ ભૂપાલખ્યું ખૂબ કરે ઉપકાર” ૫
પવનજીએ અંજનાની ઘણી શોધ કરી. કઈ જગ્યાએથી પત્તો લાગ્યો નહીં. છેવટે સગર્ભા અંજના મરણ પામી, એવી કલ્પના લાવીને, બળી મરવાનો નિશ્ચમ કરી, કાષ્ટની ચિતા બનાવી, અગ્નિ લગાવ્યું. એટલામાં સપુત્રા અંજના, પિતાના માતુલના વિમાનમાં બેસીને, જ્યાં જે સ્થાનમાં પવનજી અગ્નિમાં પડીને, બળી મરવા તૈયારી કરતા હતા ત્યાં આવી પહોંચી.
આ બાજુ પવનજી અને અંજનાદેવીનાં માતાપિતા પણ સપરિવાર તેજ સ્થાન પર આવી ગયાં. અનર્થના ઢગ ખડકાયા હતા. તે જગ્યાએ આનંદના સમુદ્ર ઉલટી પડયા. અંજનાદેવીના મામાને, બધાએ ધન્યવાદ આપ્યા અને વિષાદ લઈને આવેલા હર્ષ લઈને વિખરાયા.