________________
૩૦૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
“એક ઈસારે આંખને, હજાર હાજર થાય, પણ પાપોદય જોરથી, રહેવા ને મળે ઠાય.” ૫ “બહુ આદર બેલાવતા, ખમાખમાં કહેનાર,
જે પાપોદય થાય તે, સામું નહીં જેનાર.”- ૬ વસંતતિલકા પાછી આવી. ત્યાં સુધી આશાના કારણે અંજનાને આવેલે શેડો દિલાસે કે હર્ષ પણ વસંતતિલકાની વાત સાંભળી, મોટા આઘાતના સ્વરૂપમાં પલટાઈ ગયે. અંજના દેવીને અંધારાં આવી ગયાં. જમીન ઉપર પટકાઈ ગઈ. મૂર્છા આવી. વળી ગઈ. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. વસંતતિલકાએ દિલાસો આપી છાની રાખી. વીતરાગનાં વચને સંભળાવ્યાં.
આ ઠેકાણે આંબાના ઝાકળનું ઉદાહરણ જાણવા છે.
કેઈ મુસાફર ચાલ્યા જાય છે. ફાગણ માસ ચાલે છે. ઝાકળ પડે છે. આંબાનાં પાદડાંઓમાંથી ઝાકળના બિંદવા ટપકે છે. મુસાફર આંબાને પૂછે છેઃ
સહકારવૃક્ષ દુઃખ ચિત્ત શાને ધરે છે?” અર્થ : હે આંબા, તું કેમ રાઈ રહ્યો છે? અને કહે છે, ભાઈ
ફાલ્યુન માસ સબ ઋધિ મારી હરે છે.” અર્થ ફાગણ માસ મારાં બધાં પાંદડાં અને મહોર ખેરવી નાખે છે. મુસાફિર કહે છેઃ
“સામે નિહાળ! મધુમાસ આવી રહ્યો છે.” “ઉચકી અગણ્ય ફલધિ લાવી રહ્યો છે.”
અર્થ : સામું જરા વિચાર કરીને જે. વસંત ઋતુ આવે છે, અને હજારે ફળો (કેરીઓ) તારા માટે લાવે છે.
ફાગણ માસમાં નબળો પડી ગયેલે આંબે, વૈશાખ માસમાં માલદાર થઈ જાય છે. તેમ પાપના ઉદયે જશે ત્યારે, આપણે પણ ચોકસ સુખસ્થાને બેઠા હશું ?
“દુખથી નાશી નવ જસે, દુખ દેશે નહી ગાળ, ચેકસ તે ચાલ્યું જશે, પૂરો થાતાં કાળ.” ૧