________________
રામ-લક્ષ્મણ-સીતાનેા વનવાસ
૯૫
આમ થવાથી જો કાઈ પણ ભાગે ભરતકુમાર રાજ્યગાદી ઉપર બેસે જ નહીં અને ઉત્તરાત્તર રામ-લક્ષ્મણ ઘણા દૂર નીકળી જાય અને રાજ્યની લગામ કેાઈ સંભાળનાર નક્કી થાય જ નહીં તેા, મહારાજા દશરથની દીક્ષા અટકી પડે. આવા ભયથી મહારાજાએ તત્કાળ કેટલાક વૃદ્ધ પ્રધાનોને રામ-લક્ષ્મણ સીતાને પાછા લાવવા રવાના કર્યો. તે અરડા તરફ પશ્ચિમ દિશામાં પ્રયાણ કરતા હતા.
પ્રધાનો શીઘ્ર પ્રયાણે રામચંદ્રને મળ્યા. પિતાના સંદેશા, ભરતકુમારની નિરીહતા અને પ્રજાવની અકળામણુ સભળાવી. પાછા પધારવા ઘણું ઘણું વિનવ્યા છતાં રામચંદ્રજી પાછા ફરવા સંમત થયા નહીં. તાપણ પ્રધાને આશાના દોરથી ઢસડાતા, ત્રણ ચાર દિવસ સુધી પાછળ પાછળ ગયા. અનેક દલીલેા કરી પણ છેવટે સફળતા મળી નહી' અને રામચંદ્રકુમારે પિતાજીને અને માતાઓને પ્રણામ કહેવા સાથે ભરતજીને પણુ સમજાવવા ભલામણ આપી આગળ ચાલવા માંડયું.
કુમાર રામચંદ્રના આવા નિશ્ર્ચયથી, પ્રધાનો ગભરાયા અને રડી પડ્યા, અને રડતા મુખે અયેાધ્યાનગરી તરફ પાછા ફર્યાં. મહારાજાને, પોતાનો અને રામ-લક્ષ્મણનો પરિચય સંભળાવ્યા. જે સાંભળી દશરથ રાજાને દુઃખ લાગ્યું. અને વળી ભરતકુમારને પાસે બેલાવી, શિખામણ આપી રાજ્ય લેવા ખૂબ મ સમજાવ્યા.
દીકરા ! તારી નિસ્પૃહ વિચારસરણી, એકદમ સાચી છે. પરંતુ હવે તું રાજ્ય નહી લે. તેા મારી ચારિત્ર ગ્રહણની ભાવનામાં વિઘ્ન થશે. તું મારા સુપુત્ર છે. પિતૃભકત છે. રામચંદ્રને સમજાવવામાં એછાશ રહી નથી. બધા પ્રયાસો વ્ય ગયા છે. હવે પિતા માટે ભકિત હાય, પિતાના વચનમાં આદર હાય, ઈક્ષ્વાકુવંશના રાજાઓએ વડીલેાની આજ્ઞા પાળી છે, તેવા ગુણા તારા આત્મામાં આવ્યા હોય તેા, કદાગ્રહનો ત્યાગ કરીને રાજ્યનો સ્વીકાર કર.
આ પ્રમાણે મહારાજા દશરથ કુમાર ભરતને શિખામણ આપી રહ્યા છે. તેટલામાં જ દેવી કૈકેયી ત્યાં આવ્યાં અને વિનવવા લાગ્યા કે, હે સ્વામિનાથ ! આપ આપની પ્રતિજ્ઞા સંપૂર્ણ પાળી શકયા છે અને આપના કુમારોએ પણુ, આપના કુળને શાલે તેવી, નિભતાની હદ ( મર્યાદા ) વટાવી છે.
તે બધાએ પોતાના યશને, ચંદ્ર જેવા નિલ બનાવ્યેા છે. સ્વામીનાથ ! હવે મારી વિનવણી સાંભળેા. આપનાં-મારાં અને કુમાર રામચંદ્રનાં શિખામણ વચનો સાંભળવા છતાં, કુમાર ભરત રાજ્ય લેવા ચાખ્ખી ના પાડે છે. તે તેના ભ્રાતૃસ્નેહની પરાકાષ્ઠા છે. આજ કારણથી મને, મારા લાભ અને તુચ્છ બુદ્ધિ ઉપર ખૂબ જ તિરસ્કાર થાય છે, કે મેં પાપિણીએ કુટુંબના ક્લેશનો, પુત્રાના નિભપણાનો, પતિની દીક્ષામાં થતા અંતરાયનો, રાજકીયવ અને પ્રજાવ માં ફેલાતા શાકનો વિચાર કર્યા વગર, વરની માગણી કરી, પોતાના યશને કલંકિત બનાવ્યા છે. માટે હવે જો આપ આજ્ઞા આપે તે હું મારા પુત્ર ભરતને સાથે લઈ, કુમાર રામચંદ્રની પાસે જાઉં, તેને સમજાવી પાછા લાવું, અને