________________
૨૮૭
વૈદ્યો અને દવાઓ
રાણને રેગ લંબાણમાં પડ્યો. દિવસે ગયા. માસે અને બે ત્રણ વર્ષે પણ ગયાં. કુમાર પિતાની જનનીના રેગથી ઘેરાઈ ગયો. જમવું ભાવતું નથી. નિદ્રા આવતી નથી. બધા ભોગો ને સુખ ને આનંદને દેશવટે દેવાઈ ગયો છે. આવા દુઃખમય દિવસમાં એકવાર કુમારના, રાજાના અને રાણીના પુણ્યથી, એક મુસાફર આવ્યો.
તેણે રાજકુટુંબના દુઃખની વાત સાંભળી, રાજા પાસે આવીને બોલ્ય. મહારાજ મારા નગરમાં એક વિદ્યરાજ છે. તે મહા પુણ્યવાન છે. તેની ચિકિત્સાથી હજારો રંગ મટાડ્યા છે. ઘણા માણસોને મરણના મુખમાં ગયેલા, પાછા વળ્યા છે, જે રાણી સાહેબાનું આયુષ્ય બળવાન હશે, અને આપ સર્વનાં પુણ્યો જોરદાર હસે તો, અમારા વૈદ્યરાજ જરૂર રેગ મીટાવી શકશે.
રાજાએ તે જ વખતે પ્રધાનોને મોકલીને, સારી સગવડથી ઘણા માનપૂર્વક વૈદ્યરાજને બોલાવ્યા. વૈદ્યરાજ આવી ગયા. રાણીના શરીરની તપાસ કરીને, વૈદ્યરાજ બોલ્યા, મહારાજ આ રોગ અસાધ્ય તો નથી. પરંતુ ઘણા દુખ સાધ્ય છે. દરિયામાં ડુબકી મારીને, રત્ન મેળવવા જેવો છે. સાધન મળવું અશક્ય હોવાથી રેગ મટવાની અશકયતા ગણી શકાય. કેટલાયે માણસે હમાઈ જાય. અથવા કેઈસાત્ત્વિક નરની કસોટી થાય તે, આ રેગ હું અવશ્ય મીટાવી શકું છું.
રાજા કહે છે: વૈદ્યરાજ ! અમારી પરંપરા જૈન ધર્મ પાળે છે. હું, મારે કુમાર, અને આ મારી રાણ; અમારું આખું કુટુંબ જેન છીએ. અમે બેઈન્દ્રિયાાદક જીવને પણ, મારી નાખવામાં સમજ્યા નથી. પશુઓના શિકાર કે બાલદાન અમારા રાજ્યની પ્રજાને પણ અજાણ્યાં છે. આમિષ માંસ જેવા શબ્દ, કાવ્યો અને કોષમાં ભલે હશે. પરંતુ આવી દુષ્ટ વસ્તુ, અમારા રાજ્યની પ્રજાએ, આંખે જોઈ ન હોય. એમ અમે ભારપૂર્વક માની શકીયે છીએ. માટે હવન, હમ કે બલિદાનનું કાર્ય અમારે માટે તદ્દન અશકય છે.
“ભલે પ્રાણ જાતા રહે, કુટુંબ સુખસમુદાય; (પણ) જેને જીવ-હણે નહીં, ભલે ગમે તે થાય.” ૧. “ક્રોડ ઉપાય કરવા છતાં સુખદુખ નહીં પલટાય; પુણ્ય-પાપના યોગથી, સુખદુખ થિર સદાય.” | ૨.
હવા દવા ઓષધ બધાં, નિમિત્તમાત્ર ગણાય, પુણ્યોદય જે થાય તે, ક્ષણમાં રોગ પલાય.” ૩. વૈદ્યરાજ કહેઃ મહારાજ? હું પણ જૈન છું. મારી જિંદગીમાં કયારે પણ મેં, કઈ જીવને નાશ થાય તેવી ઔષધી મેળવી–બનાવી નથી. ઔષધ ત્રણ પ્રકારનાં હોય છે. ખનિજ, વનસ્પતિ અને પ્રાણિજ. તેમાં મોટા અનુભવી વૈદ્યો, ઘણા ભાગે ખનિજ - એટલે પ્રવાલ વગેરે વસ્તુઓના પ્રયોગથી, રેગ નાશ કરી શકે છે. બીજા નંબરે સૂકી લીલી વનસ્પતિથી રોગ મટે છે. તેમાં પણ જૈન વૈદ્યો, અનંતકાયને પ્રયોગ કરતા નથી. ત્રીજી