________________
२८६
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : સંસારમાં સુખ ન જ હોય. અને કેવળ દુઃખ જ હોય તે મૂર્ખ ભલે મુંઝાય, ભૂલા પડે, પરંતુ ડાહ્યા માણસો, પંડિત, કવિઓ કેમ વખાણ ગયા છે? તેઓ કેમ ફસાઈ ગયા હશે ?
ઉત્તર : સંસારમાં પાંચ ઈન્દ્રિયના વિષયે મોહક વસ્તુ છે. પશુ બિચારું હરણ, શિકારીને ઓળખતું નથી. પરંતુ ગાયનમાં ફસાઈ જાય છે. પતંગિયું દીવાના તેજને દેખે છે. દાહને સમજાતું નથી. ભમરો કમળની સુગંધને સમજે છે. પરંતુ આથમતા સૂર્યને ભાળતું નથી. માછલું લોટના લેયાને ઓળખે છે. બીછાવેલી જાળને જાણતું નથી. તથા હાથી હાથિણીના ભેગને વિચારે છે. પરંતુ પરવશતાનાં બંધનેને, વિચારતો નથી.
આ બધા પશુઓ છે, અને તે બધા એકેક ઈન્દ્રિયના વિષયમાં પરવશ બની, પ્રાણ ગુમાવે છે. જ્યારે માણસને પાંચે ઈન્દ્રિયોના, એક બે નહીં હજારે વિષયે છે. કાનેથી સાંભળવાનું ખૂબ છે. આથી જોવાનું સંખ્યાતીત છે-નાશિકાને સુંઘવાની ઘણી વસ્તુ છે. જીહાને સ્વાદને પાર નથી. અને સ્પર્શેન્દ્રિયને સ્પર્શવાના સાધને પણ ન ગણી શકાય તેટલાં હોય છે. ઉપર બતાવેલા હરણ વગેરે પ્રાણીઓ એકેક વિષયના યોગે પાયમાલ થાય છે. તે અનુભવ સિદ્ધ છે. તો પછી જેને પાંચે ઈન્દ્રિયો અને હજારો સાધને હોય તેને કેવા સમજવા.
કેઈ કવિ કહે છે – મૃગ-પતંગ-અલિ–માછલું, કરી. એક વિષય પ્રસંગ,
દુખિયા તે કેમ? સુખ લહેરે. જસ પરવશ એ પંચરે, સુણ સુણ પ્રાણિયા,
પરિહર આશ્રવ પંચરે, દશમે અંગે કહ્યા. આ તો સર્વ જીવે માટે સામાન્ય વાત કહેવાઈ છે. પરંતુ માણસ માટે વિચારાય તે સંપૂર્ણ સુખ કયાં દેખાય છે. જુઓ –
પુત્ર ભલા. પિસા ઘણા, નારી ગુણ સમુદાય; પણ જે આવે રોગ તે, દુખદરિયા ઉભરાય. નીરોગ હોય શરીરને, નારી પુત્રો ઠીક (સારા); પણ જે પૈસા નોય તે, સઘળાં સુખ અલિક, (બેટા). ૨ નીરોગ શરીર નારી ભલી, લક્ષ્મીને બહુ આય; પણ જે પુત્ર ન હોય તે, નર દુખિયે કહેવાય.