________________
રોગ મટાડવામાં પણ પાપના ભય હોવા જોઇએ.
૨૮૯
વૈદ્યરાજના ઉત્તર : મહારાજ! રાણીના રાગ મને સમજાઈ ગયા છે. આ રાગનો નાશ કરવાની દવા પણ જગતમાં છે. અને તે ક્યાં મળે છેતે આપ સાંભળેા. આ નગરથી કેટલાક કાશ દૂર એક મેાટું વન છે. ત્યાં હજારો ચમત્કારી અને કિંમતી ઔષધી થાય છે.
તે મેાટા જંગલમાં, ઘણી જૂની પુરાણી અને ઘણી લાંબી પહેાળી, એક વાવ આવેલી છે. ઘેાડા વર્ષો પહેલાં આ જંગલના માર્ગ નિર્ભય હતા. ઔષધીઓના સમજદાર અને જરૂરવાળા માણસા ત્યાં જતા હતા, અને હજારા ઔષધીઓના કોથળા ભરી લાવતાં હતાં. જેને સુંઘવાથી પણ કેટલાક રાગેા મટી જતા હતા.
હમણાં તે જંગલમાં મહાવિકરાળ, (ચ‘ડકૌષિક સર્પ જેવેા ) સર્પ ઉત્પન્ન થયા છે. તે વાવમાં ઉજવળ કમળની એક જાત થાય છે. તે કમળાની સુગંધમાં તલ્લીન થયેલે સ, વાવની પાસે જ રહે છે. અહીંથી કાઇ કમળ લેવા જાય, કમળ તાડે તેા, વિકલા સર્પ, ચક્ષુથી વિષ વમન કરીને, માણસને મારી નાખે છે.
અહીંથી સેા ખસેા બહાદુર માણસા જાય; એમાંથી બચી ગયેલા માણસે કમળને લાવી શકે તેા, રાણી સાહેબને હું અવશ્ય મચાવી શકું છું, પરંતુ આટલા માણસે મરણ પામે એવું કાર્ય મારાથી પણ બની શકે નહીં. ફક્ત આપને સમજવા આટલી વાત મે તમને કહી છે. અને માટે જ રોગ અસાધ્ય નથી, પરંતુ દુઃસાધ્ય હોવાથી, અસાધ્ય જેવા
માનવેા પડશે.
આ વૈદ્યરાજ આવ્યા ત્યારે રાણીની શમ્યાની બધી બાજુ, રાજાના પિરવાર, તથા પ્રધાનમંડળના પણ ઘણા સભ્યા હાજર હતા, અને વૈદ્યરાજની રાગપરીક્ષાની અને રાગ મટાડવાની વાતાને, એકાગ્ર ચિત્તે સાંભળતા હતા. વૈદ્યરાજની વાત સંપૂર્ણ થતાં, ઘણા વફાદાર અને સાહસિક જુવાનીઆઓ ખેલી ઉઠયા, રાણીસાહેબાને બચાવવા માટે, તે જંગલની વાવનું કમળ લેવા અમે જઇશું.
વૈદ્યરાજ આવ્યા ત્યારથી વૈદ્યરાજનુ ભાષણ સંપૂર્ણ થયું, ત્યાં સુધીની અધી હકીકત રાણીજી પોતે પણ ખરાખર સાંભળતાં હતાં, છેલ્લાછેલ્લા કમળ લેવા જવાને જુવાનીયાઓના હર્ષાતિરેક અને રાણીજી માટેની લાગણીના શબ્દો પણ, રાણીજીએ બરાબર
સાંભળી લીધા અને ખેલ્યાં :
ભાઈ એ, તમારા ઉત્સાહ સાંભળીને પણ, મારા અર્ધા રોગ મટી ગયા છે. હમણાં મારું' દશ-માર આની જેટલું આયુષ્ય ગયું છે. મને વીતરાગ શાસન મળ્યું છે. મારા સ્વામી અને પુત્રની મારા પ્રત્યેની લાગણી અમાપ છે. આપ બધા સેવક વર્ગની ભક્તિ અમેય છે. પરંતુ મારા નિમિત્તે કોઇ નાના જીવની પણ હિ'સા થાય તે, મારા ભયંકર રોગ થકી પણ મને વધારે દુઃખનું કારણ સમજાય છે.
આવા
૩૭