________________
૨૯૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છોકરાં માટે, રાતદિવસના ઉજાગરા કરે છે. માથે કરજ કરીને છોકરાંને, ભણાવે છે, વિરાવે છે, પુત્ર-પુત્રી માટે સારી કન્યા કે સારા વરની શોધ કરે છે. પિતાના સંતાનના દુખે દુખી થાય છે, રડી પડે છે, જિંદગી બગાડે છે.
પિતા મરણ પામ્યા હોય, ઘરમાં ગરીબી હાય, ચાર-પાંચ-છ બાળક હોય, તેવી માતા પિતાનું શીલ બચાવીને , પારકી નેકરી કરીને, રસોયણ બનીને, મજૂરી પોટલાં ઉપાડીને, બીજાઓનાં દળણાં, ખાડણ, પીસણાં, પાણી ભરવા, વસ્ત્રો ધોવાનાં, બાળકો પાળવાનાં, ધાવ માતાનાં કામ કરીને, પિતાનાં બાળકોને પાળે છે, મોટાં કરે છે, ભણાવે છે, પરણાવે છે.
આવી માતા અને પિતાને ઉપકાર કેટલે? કોણ ગુણી શકે ? કેમ વાળી શકાય? આવા ઉપકારી માતાપિતાને બદલે, આપવાને પ્રસંગ આવે ત્યારે, અધમ આત્મા આંખ મીંચામણ કરે, ઉપેક્ષા સેવે, અનાદર કરે, પિતાની શક્તિને ઉપયોગ કરે નહીં, આવા પુત્ર વાસ્તવિક પુત્ર નથી, પરંતુ ગયા જન્મનું લેણું વસૂલ કરવા આવેલા લેણિયાત છે.
“ઉપકારી સમુદાયમાં, જનનીને ઉપકાર;
ઉપમા-જેડસમાનતા, મલે નહીં કે ઠાર” અપરાજિત કુમારે વિચાર કરી લીધો. માતાના ઉપકારને આંશિક બદલે વાળવાની આજે લાખેણી તક મળેલી છે, તેને મારે લાભ લે જ જોઈએ, અને તે પણ આજે જ. કેઈને પણ જણાવ્યા સિવાય કાર્ય કરી લેવાનું છે. માટે હમણાં જ બધી સગવડ અને તૈયારી કરી લઉં.
કોઈપણ ખાસ કાર્યનું બહાનું બતાવીને, પિતામાતાની રજા લઈને, કુમાર, પિતાના મહેલે આવ્યું. પિતાની બે પત્નીઓને પણ, વાત જણાવી નહીં. જો કે પત્નીઓ અનુકૂળ હતી. પતિના વિચારને અનુસરનારી હતી. પોતાની સાસુને પોતાની માતા સમાન સમજતી હતી.
પિતાના સ્વામીતણી, જનની જે કહેવાય, નિજ જનની સમ સાચવે, સંપ હવે ત્યાં પાય.” ૧ “ આવી પુત્રવધૂ બની, બાળા જે ઘર માય;
નિજ પુત્રી સમ સાચવે, કુસંપ કદી નવ થાય.” ૨ તોપણ વિલંબના ભયથી, કુમારે મૌનપણે, મનમાં વિચારી લીધેલી, બધી વસ્તુ મેળવી લીધી. વસ્તુને બોજ ઘણે હોવાથી, અત્યંત વિશ્વાસુ ચાર મિત્રોને સાથે લીધા હતા. મિત્રો પણ કુમારના પ્રતિબિંબ કે છાયા હોય તેવા હતા. એટલે જરૂરવાળી સગવડ, જોઈતું દ્રવ્ય, અને થોડું શંબલ (ભાતું) પણ લીધું, અને રાત્રિના પાછલા પ્રહરે, સાત નવકાર ગણીને, સારા શકુને પ્રસ્થાન કર્યું.