________________
સંસાર દુઃખેથી જ ભરેલ છે
૨૮૫ લાગ્યું. રાણીના રંગે કુટુંબની શાંતિ પણ છીનવી લીધી. રાજા અને કુમાર અપરાજિત પણ રાત-દિવસ ગુણસુંદરીના બીછાના પાસેથી ખસતા નથી. કુટુંબના સુખ-નિદ્રા અને આનંદ બેવાયા.
ભજનને સ્વાદ અને નિદ્રાની શાન્તિ પણ રાજકુટુંબમાંથી રવાના થઈ ગઈ હતી.
રાજા જયશેખરનાં દિવસે અને રાત્રિઓ ઉદાસીન દશામાં પસાર થતી હતી. જ્યારે કુમાર અપરાજિતને મોટે ભાગ રુદનમય પસાર થતો હતો. રાજા કહે છે, મારા ધનના ભંડાર આપી દઉં, પણ કેઈ આવે, અને રાણીને નિરેગ બનાવે. કુમાર કહે છે મારા પ્રાણોને લઈ જાવ, પરંતુ મારી માતાને રોગ મીટા.
હોય હજાર કે લાખની, કરોડ મનુષ્યની સહાય, પુણ્ય સહાય મળ્યા વિના, સુખી કેઈ નવ થાય.” છે ૧ છે
વેદ્ય હાકીમ ઔષધ ઘણાં, બહુ નકર પરિવાર, પુષ્કળ પાપના જોરથી, થાય ન લાભ લગાર.” | ર છે
રાણુ ગુણસુન્દરીના ગે રાજકુટુંબનું સુખ-આનંદ અને પ્રસન્નતા છિનવી લીધાં હતાં. સંસારને જ્ઞાનીઓ દુઃખની ખાણ કહે છે. સ્વર્ગ જેવા સુખ ક્ષણવારમાં પલટાઈ જાય છે. પહેલા બીજા સ્વર્ગ સુધીના ચાર નિકાયના દે, પુણ્ય ખવાઈ જવાથી, પૃથ્વીકાય, અપકાય, અને વનસ્પતિકાયમાં પણ ચાલ્યા જાય છે. દેવતાઈ જેવાં, અદશ્ય થઈ જાય છે.
બ્રહ્મદત્ત અને સુભૂમ જેવા ચક્રવતી રાજાઓ, છ ખંડના સ્વામી, અસરા જેવી હજારો રૂપવતી રાણીઓમાં મહાલનારા; રોજબરોજ હજારેના કે લાખોના ખર્ચાઓ થાય; તેવા વૈભવોને ભેગવનારા પણ, પુણ્ય પૂરાં થઈ જતાં, સાતમી નરકમાં સધાવી ગયા.
કેઈ કવિ કહે છે કે –
ષટખંડ નવનિધિ ચૌંદરયણધણી, ચૌષઠીસહસ નારીજી. છેડો છોડી ચાલ્યા એકીલા, હાર્યો જેમ જુગારીજી; મમર્મ મમતા સમતા આદરો.”
“ત્રિભવનકટક બીરૂદ ધરાવતા, ધરતા ગર્વ ગુમાનજી, ત્રાગાવિણ નાગા સૌએ ચલ્યા. રાવણ સરીખા રાજાને મમર્યમમતારે સમતા આદરો.”
વળી કોઈ કવિ કહે છે –
“હજારો હજૂર રહેતા, ખમાખમાં ખૂબ કહેતા, વિશ્વમાંથી ગયા વહેતા રે, આ જીવ ને જાય છે જગત ચાલ્યું રે.”