________________
૧૩૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
પ્રશ્ન : જૈન મુનિની બુદ્ધિ વધારે હોય તે તે શાસનના ઉદ્યોતમાં જ વપરાય ને?
ઉત્તર : આત્મામાં પાત્રતાને અનુસાર બુદ્ધિ ફલવતી થાય છે. ગ્યતા ઓછી હોય અને બુદ્ધિ ઘણી હોય તે લાભની જગ્યા નુકસાન થાય છે. સ્થૂલભદ્રસ્વામી જેવા મહાપુરુષને દશ પૂર્વનો અભ્યાસ હોવા છતાં પણ, સિંહનું રૂપ બનાવ્યું. આટલા માત્રથી હવે પછી આગળ શ્રુતજ્ઞાનને પાઠ આપવા અપાત્રતા જણાવાથી ચૌદપૂર્વધર ભદ્રબાહ સ્વામીએ આગળ અભ્યાસ કરાવ્યા નહીં. બુદ્ધિ પણ છવાય તે જ ફલવતી બને છે.
પ્રશ્ન : વિદ્યા આપવામાં પાત્ર, અપાત્ર કે એગ્ય અયોગ્યનો વિચાર કરવા જરૂર ખરી ? ઉત્તર : ચોક્કસ વિચાર કરવાને જુઓ વિઘવા ના કર્તવ્યું, નાફેરા કુરિn.
અર્થ : વિદ્યાસહિત મરવું પરંતુ અગ્ય શિષ્યને વિદ્યા આપવી નહીં અને આ જ કારણે દ્રોણાચાર્ય (અર્જુન વગેરે પાંડેના ગુરુ) એકલવ્ય ભિલને વિદ્યા આપી નહીં.
પૂર્વના જૈનાચાર્યોએ પણ અગ્ય શિષ્યને પૂર્વજ્ઞાન વગેરે આપ્યું નથી. આ જ કારણે અભયદેવ મુનિરાજને, ગુરુદેવ સાહેબ, પ્રેમપૂર્વક અને પારલૌકિક વાત્સલ્યભાવથી. બુદ્ધિ ઘટાડવા ભલામણ કરી હતી. અને હવે પછી જુવારધાનને છાશમાં પકાવેલો આહાર વાપરવા સૂચના આપી.
પ્રશ્ન : ખોરાક લેવાથી બુદ્ધિ ઘટે છે. એવા ખોરાકોનાં નામ હોય તે બતાવે. ઉત્તરઃ તqi #, મો શd a g&ા.
कपित्थबदरीजबू-फलानिधीषणाम् ॥ અર્થ તડબૂજ (કાલીગની એક જાતિ) કાલિંગડાં જેનું કેટલાક દેશોમાં શાક થાય છે. બધા પ્રકારનાં ઠંડા અને વાયડાં ભજન-મગ સિવાયનાં કઠોળ-કઠાં-બેરની બધિ જાતે તથા જાંબુ અને આવાં બીજાં પણ કુમતિયા વગેરે વાયુવર્ધક તુચ્છ ફળો કે ધાન્ય બુદ્ધિને મંદ બનાવે છે.
દહીં અને છાશના કાયમી ખોરાકથી બુદ્ધિ મંદ થાય છે. અનુભવાય છે, કે આવા પ્રકારના આહારે–ખેરાકે વાપરનારા મનુષ્યોમાં ઘણું કરીને બુદ્ધિની મંદતા-પિતા જણાય છે. પ્રાયઃ આવા મનુષ્ય મજૂરી કરનારા હોય છે.
પ્રશ્ન : જેમ ખોરાકથી બુદ્ધિને નાશ થાય છે તેમ બુદ્ધિને વધારનારા ખોરાક પણ હોય છે?
ઉત્તર : હોય છે. દુધ-દુધના પદાર્થો. ઘી અને ઘીના પફવાને. બ્રાહ્મી, બદામ, પીસ્તાં અને આવા બીજા પણ સાત્વિક ખોરાક. સાકર વિગેરેથી બુદ્ધિ વધે છે. સ્થિર બને છે, વિકાસ પામે છે.