________________
૨૭૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
^^^^^^
જ્યારે જમ્યા માનવી, નિયત ત્યારથી નાશ, હરિ-હર-બ્રહ્મ–પુરંદરા, અનંત ગયા યમવાસ. ૬ નરવરના નરવર બની, જિત્યા દેશ અપાર, છત્રપતિ સધળા ગયા, યમ નરપતિ દરબાર, ૭ મધવાને ચક્રીશ્વરા, પ્રતિવિષ્ણુ હરિ રામ, નરવરને લક્ષ્મીધરા, અનંત ગયા યમધામ ૮ વર્ષે બહુ વીતી ગયાં, મહિનાને નહીં પાર, દિવસે દેડ્યા જાય છે, જલ્દી જાગ્ય ગમાર. ૯ કાલે કરવા ચિંતવ્યું, તે તું કરી લે આજ, અધવચ રહી જાશે બધું, જે આવ્યા યમરાજ, ૧૦ નીર ફટેલા ઘટતણું, તેલ દીવાનું જેમ,
આયુષ્ય ઓછું થાય છે, માણસનું પણ તેમ. ૧૧ લક્ષ્મીધર પંડિતની પણ ઘણી વચ ચાલી ગઈ. મરવાના દિવસે નજીકમાં દેખાવા લાગ્યા. પથારીમાં પડેલા લક્ષ્મીધરને, જૈનાચાર્યને આપેલું વચન યાદ આવ્યું. અને ઊંડે નિશ્વાસ આવી ગયે. ભાવિભાવથી આ વખતે પોતાના ધનપાળ અને શેભન બે દીકરા પાસે બેઠા હતા. શેભને પૂછયું, બાપુ! કેમ આજે આપના ચિત્તમાં ખેદ જણાય છે? કેમ કશું યાદ આવ્યું છે?
લક્ષ્મીધરને ઉત્તર: હા ભાઈ, યાદ આવ્યું માટે જ ખૂબ અફસેસ થાય છે. શોભન પૂછે છે: બાપુ, આપને કઈ વસ્તુનું દુઃખ થાય છે? લક્ષ્મીધરે કહ્યું. ભાઈ, મારે માથે દેવું રહી જાય છે તેનું; શેભન: બાપુ, આપણે ઘણુ ઘનવાન છીએ. દેવું કેમ આપી શકાયું નહીં?
લક્ષ્મીધર કહે છે : ભાઈ, દેવું મેં કરેલું છે. અને લક્ષ્મી ઉપર મારી સત્તા છે જ નહીં. પછી મારું કરજ કેમ પતાવી શકાય? ભાઈ, દુનિયાના લેકે જે મીલ્કતને મારી તરીકે ઓળખે છે, અને મેં પણ લેકેની પાસે મારાપણાને દાવો કર્યો છે, પરંતુ વસ્તુ સ્થિતિએ મારી કલ્પેલી વસ્તુઓ ઉપર, મારે છેડે પણ માલિકી હક હેત તે, દીકરા! હું દેવાદાર અવસ્થામાં કેમ મરું? અવશ્ય દેવું આપી દઉં.
શેભન કહે છે, બાપુ: આપની વાતનું રહસ્ય સમજાતું નથી. શું આ ઘરમાલમીલ્કત સેનું-ચાંદી-ઝવેરાત આ બધું આપનું નથી? અમે પુત્રે આપના નથી? આપ આમ કેમ બેલે છે?