________________
-૨૭૩
પિતાનું કરજ ચુકાવનાર સુપુત્ર શોભન
લક્ષ્મીધર: ભાઈ, મારે લેણદાર લક્ષ્મીને ભેગી નથી. પરંતુ પુત્ર ભીક્ષાને સુપાત્ર છે.
દીકરા? જીનેશ્વરસૂરિ નામના જૈનાચાર્ય એકવાર આપણી નગરીમાં પધારેલા હતા. તેઓને મહાજ્ઞાની માનીને, આપણા પૂર્વજોના, ઘરમાં છુપાવેલા અને ઘણું પ્રયાસથી પણ નહીં મળેલા નિધાનની વાત અમે તેમને પૂછી. તેમણે નિધાન બતાવ્યું. અને આપણને હાથ લાગ્યું. ત્યારથી નિધન દશાને ભેગવતા આપણા કુટુંબે, ખોવાયેલી લક્ષ્મીની મહેરબાની પાછી મેળવી, અને દુઃખના દિવસે સુખમય બની ગયા.
આવા કારણથી તે મહાપુરુષ જૈનાચાર્યને, આપણું કુટુંબ ઉપર ઘણો મોટો ઉપકાર થયો છે, એમ હું માનું છું. હું કોઈ પણ ભોગે તેમને બદલે વાળી આપવા સ્વપ્નાં સેવું છું. તેમને ધનમાલ-મિલ્કત ખપતી નથી. તેમને મારે એક પુત્ર વહેરાવું તે મારું દેવું વળે છે. પુત્રનું કલ્યાણ થાય છે. તેને સંસાર ટૂકે થાય છે. સાથેસાથ કુટુંબને પણ ધર્મની પ્રાપ્તિ થવાને પાયે નંખાય છે.
પિતાનાં આ પ્રમાણેનાં વાક્ય સાંભળીને શેભર વિચાર કરવા લાગ્યો. આ જગતમાં મારું શબ્દનો પ્રયોગ તદ્દન અર્થ વગરને બની ગયેલ દેખાય છે. લોકો ઘરને, પૈસાને, પત્નીને, પુત્ર, પુદ્ગલને પિતાનું સમજે છે. માને છે. બેલે છે. પરંતુ જરૂર પડે ત્યારે તે બધાં મારાં મટીને પારકાં બની જાય છે.
જગના જીવો સર્વને, ગતભવ કર્મપસાય, શરીર પત્ની છોકરાં, આવી ભેગાં થાય. ૧ પામર બેલ છે પછી, મારું તન- ઘર – નાર, પણ એકે નહીં આપણું, સિં સ્વારથ શિરદાર, ૨ તન – ધન = નારી કારણે, સેવ્યાં પાપ અઢાર, મદદ મળી નહીં કેઈની, જાતાં જમ દરબાર. ૩ આવ્ય પ્રાણી એકલો, પરભવ એક જનાર,
સાથે કેવળ આવશે, પાપ- પુણ્ય અંબાર. ૪ મારા પિતાએ જેનાચાર્યને વચન આપીને, લક્ષમી મેળવી. તેને ભોગવટો અમે કરીએ છીએ. પરંતુ તે જૈનાચાર્ય અને પિતાજીને બદલો વાળવા અમે તૈયાર નથી. સંસારના સ્વાર્થને ધિક્કાર છે. માતા-પિતા–ભાઈ–બહેન-પુત્ર-પુત્રી–પત્ની બધા સ્વાર્થના જ સગા છે. સિાને ઉપકાર કરનાર મળે તે પસંદ છે. બદલે માગનાર પસંદ નથી.
૩૫