________________
૨૭૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જાય છે. તે પછી પિતાનાં માતાપિતા-ભાઈઓ-બહેને પુત્ર-પૌત્રને સ્વર્ગમાં કેમ મોકલતા નથી ? ધનપાલ કવિની દલિલો સાંભળીને પંડિતે મૌન થઈ ગયા.
એકવાર ભોજરાજાએ ઘણું મોટું લાંબું. ચેડું ઊંડું, સરોવર બંધાવ્યું હતું. વરસાદના પાણીથી ભરાયું. વધામણું આવી. તેથી નાગરિકે, અધિકારીઓ અને પંડિત સાથે રાજા સવર ઉપર ગયા. પંડિતોને સરોવરની વ્યાખ્યા અને વર્ણન કરવા સૂચના કરી. અને પંડિતએ પણ પોતાની શ્રદ્ધા અને વિદ્વત્તા અનુસાર સરોવરનું વર્ણન કરીને રાજાને ખૂબ ખુશ કરવામાં આવ્યા. ફક્ત ધનપાલ કવિ મૌન ઊભા હતા. રાજાએ સૂચના કરી. તમે પણ તમારા અભિપ્રાય બેલે.
ધનપાલ કવિ કહે છે. एषा तडागमिषतो बत दानशाला, मत्स्यादयो रसवती प्रगुणा सदैव । पात्राणि यत्र बकसारसचक्रवाकाः, पुण्यं कियद्भवति तत्र वयं न विद्मः ॥ १ ॥
અર્થ : હે રાજન! તમેએ આ સવરના નામે દાનશાળા બનાવી છે. તેમાં બધા કાળ માટે માછલાં વગેરે રસેઈ તૈયાર રહે છે. તેમાં પાત્રો તરીકે બગલા–સરસડાઅને ચક્રવાક ઉપલક્ષણથી મોટા માછલાં, મગર વહેલ વગેરે જમનારા પાત્રો છે. આ સ્થાને પુણ્ય કેટલું થાય છે, તે સર્વજ્ઞ ભગવાન જાણે. અમે જાણતા નથી.
પ્રશ્ન : આ દાણુશાળા નામ પાડવા છતાં મરવા અને મારવાનું જ સ્વરૂપ બતાવ્યું એમ કેમ?
ઉત્તર : આ વર્ણનમાં નિંદાગર્ભિત સ્તુતિ કરવામાં આવી છે. ઉપરથી પ્રશંસા હોવા છતાં હિંસાની જાહેરાત જ છે. જેમાં જયણાની મુખ્યતા હોય તેને જ વાસ્તવિક ધર્મ કહેવાય છે.
પ્રશ્ન : જળાશયો-કૂવા-વાવો-તળાવે નહેરે કરાવવાથી–પરબ બંધાવાથી પુણ્ય થાય છે આ વાત બરાબર નથી ?
ઉત્તર : ધર્મ-અધર્મની અથવા પુણ્ય-પાપક્રિયાની ચઉભંગી થાય છે.
પહેલો ભંગ–દેખાવથી પરોપકાર હોવાં છતાં પરિણામમાં હિંસા જણાતી હોય દેખાવમાં ધર્મ કહેવાતો હોય-પરિણામે અધર્મ થતો હોય. જેમકે કૂવા-વાવ-તળાવપર-દેખાવમાં ધર્મ જણાય છે, ઉપકાર દેખાય છે. પરંતુ પાણીના જથ્થા ભેગા થાય ત્યાં નાનાં મોટાં માછલાં. મગરમચ્છ-કાચબા દેડકાં ઉત્પન્ન થાય છે ડાંઓને ઉપકાર થાય કે ન પણ થાય પરંતુ હજારને, લાખે, કોને નાશ થાય છે. જલાશ સુકાઈ જતાં પુરા માછલાઓ વગેરે જી તરફડીને અકાળે મરણ પામે છે. શિકારી મનુષ્ય અને પશુ