________________
ધનપાળ કવિ અને રાજાભેજને વાર્તાલાપ
૨૮૧
ત્યારે આપણે મનુષ્ય છીએ. જેવા માટે આખો. સાંભળવા માટે કાન અને સમજવા માટે બુદ્ધિ, ત્રણે વસ્તુ સારામાં સારું પામ્યા છીએ. જોવાથી, સાંભળવાથી, અને વિચારવાથી, સારાખોટાના ભેદ માપી શકાય છે. કેઈ કવિશ્રી કહી ગયા છે. “કામ-ક્રોધમદ-ભકી, જબલગ ઘટમેં ખાન; તબલગ પંડિત ખંહી, સબહી એકસમાન ” આવા વચન વિચારનાર મનુષ્ય. સુદેવ-કુદેવને કેમ જુદા પાડતે નથી?
આંખથી દેખાય છે, સુણે હિતાહિતકાન, બુદ્ધિ બે જુદા કરે, કેમ ભૂલે વિદ્વાન? ૧ સુણે કાન ચક્ષુ જુએ, બુધ્ધિ કરે વિચાર, તેવા નર પંડિત કહ્યા, બીજા સર્વ ગમાર. ૨ બહુ વાંચ્યું બહુ સાંભળ્યું, ન કર્યો તત્ત્વ વિચાર ભલે જગત પંડિત કહે, પણ તે સાવ ગમાર. ૩ બહુ વાંચી પંડિત ભયે, શિષ્ય ભક્ત બહુ કીધ, દેવ ગુરુ ને ધર્મની, સમજણ અલ્પ ન લીધ. ૪ આંખ કાન બે ત્રાજવાં, બુદ્ધિ તુલા જે થાય, દેવ ગુર ને ધર્મને, તે તો સમજાય. ૫ વાનર ને નર જાતમાં, બે સરખા આકાર, બુદ્ધિ કારણ માનવી, ભાખ્યો ગુણ ભંડાર. ૬ પણ જે બુદ્ધિ નોય તે, નર વાનર નહીં ભેદ, બુદ્ધિવિણ આકારથી, કશ્ય હર્ષ ને ખેદ. ૭ કાળા કદ્રુપા ઘણા, બુદ્ધિમાન પુજાય, રૂપાળા રળીયામણ, બુધ્ધિ વિણ અથડાય. ૮
મહાકવિ ધનપાલ, ભેજ રાજાને કહે છે કે રાજન! મેં પણ બુધ્ધિ તુલાથી જગતના કંચન-કામિનીવાળા દેને, બરાબર જોયા પછી, મને વીતરાગદેવની ઓળખાણ થઈ છે. કૂતરીની લાળ અને હાથીના ગંડસ્થળના પસીનામાં જેટલું અંતર છે, તેના થકી પણ રાગી દ્રષી દે અને વીતરાગ દેવ વચ્ચે ઘણું અંતર દેખાયું છે, સમજાયું છે. તેથી વીતરાગદેવને નમવા અર્પણ થયેલું મસ્તક, બીજા દેને હવે નમવા કબૂલ થતું નથી. ૩૬