________________
શેભન મુનિ અને ધનપાળને વાર્તાલાપ
૨૭૫ પ્રભાવિત થએલા ગુરુમહારાજે, ઘણા સારા તિથિ-વાર-નક્ષત્ર-વેગ અને ચંદ્ર વાળા શુભ દિવસે, દીક્ષા આપી, શોભનમુનિ બનાવ્યા.
શોભન ઘરમાંથી ચાલ્યા જવાથી, મોટાભાઈ ધનપાળ અને સમગ્ર કુટુંબને ખેદ થયે હતે. લક્ષ્મીધર પંડિતે, કુટુંબને સમજાવ્યા છતાં, કુટુંબીઓને લાભ થયો નહીં. પિતાની સામે બોલી શકાયું નહીં પરંતુ લક્ષ્મીધર પંડિતજીએ પોતાનું કરજ ચૂકવાઈ જવાને આનંદ અનુભવ્યો હતો. અને થોડા સમય પછી સ્વર્ગવાસી થયા. પિતાના મરણ પછી શોભનના કારણે પ્રકટેલા દ્વેષથી, ધનપાળ પંડિતે રાજાની લાગવગથી, માળવામાં આવતા જૈન સાધુઓનો વિહાર બંધ કરાવ્યું હતું.
આ સમાચાર ગુજરાતમાં પણ પહોચ્યા હતા. શોભન મુનિ તીવ્રબુદ્ધિવાળા હોવાથી, બહુ થોડા કાળમાં સર્વશાસ્ત્રના પારગામી થયા હતા. પિતાના જ ભાઈ ધનપાળ પંડિત જેને સાધુઓને માળવામાં પેસવા દેવા નહી. આ પ્રતિબંધ થયાનું શોભનમુનિએ સાંભળ્યું ત્યારે, તેમને દુઃખ લાગ્યું અને ગુરુજીની આજ્ઞા મેળવી ધારાનગરી તરફ પધાર્યા.
ધારાનગરીમાં પ્રવેશ કરતા શોભન મુનિને, સૌપ્રથમ ધનપાળ પંડિત જ મળ્યા. ધનપાળે શોભનમુનિને ઓળખ્યા નહી. પરંતુ જૈનમુનિ તરીકે જોયા અને ટીખળથી નમસ્કાર કર્યો. “જમવંત મત્ત? નમસ્તે.”
અર્થ : હે ગધેડાના જેવા દાંતવાળા મહારાજ આપને હું નમસ્કાર કરું છું. શોભનમુનિને પણ તે જ ટીખળવાળો ઉત્તર ઃ “દાચ વ ? સુજારે.”
અર્થ: વાનરના જેવા વદન (મુખ)વાળા? હે મિત્ર, તમને સુખશાતા છે? ધનપાળને પ્રશ્ન: હે વત સ્તર સાધો?
અર્થ : હે જૈન સાધુ, તમે મન મુકામમાં રહો છો? શોભન મુનિને ઉત્તર : यस्य रुचि वसति मम तत्र
અર્થ : હે ભાગ્યશાળી આત્મા ! અમે જૈન ભિક્ષુક છીએ. જેની ભાવના હોય તેના ઘેર ઉતરીશું.
ધનપાળ પંડિતને, શેભનમુનિ સાથેના વાર્તાલાપમાં ઘણે રસ પડ્યો. માટે જ પિતાના ઘેર લઈ જઈને મુનિને ઉતાર્યા. અને બેચાર દિવસે લગભગ શાસ્ત્રોની વાતમાં ઘણું શંકા-સમાધાન થવાથી, અને પિતાના ભાઈ તરીકે મુનિરાજને ઓળખી લીધા તેથી, ખૂબ ખુલ્લા દિમાગથી ધનપાળે શોભન મુનિ સાથે ધર્મની વાત કરી.
કર્મવિવરની સહાયથી, ધનપાળને જેનશાસન ગમ્યું. શ્રી વીતરાગદેવ-ગુરુ ધર્મની ઓળખાણ થઈ. જેનશાસનના સિદ્ધાન્તને સાર સમજવા શેભન મુનિને ઘણું દિવસ