________________
૨૭૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ શ્રીવીતરાગ વચને અને તેના રહસ્યને પામ્યા ન હોય. તેવા સૂરિ વાચક કે સાધુને આશ્રવ જ થાય છે.
લક્ષ્મીધર બ્રાહ્મણે, આચાર્ય ભગવાન જિનેશ્વર સૂરિ મહારાજનાં વચને, બરાબર સાંભળી લીધાં અને ક્ષણવાર જૈન સાધુના આવા વચન છળ માટે મનમાં આવ્યું : જોકે આ સાધુએ મારે તે માટે ઉપકાર કર્યો છે, પરંતુ પહેલેથી આવી સ્પષ્ટ વાત શા માટે કરી નહીં ? હવે હું બદલે ન આપું તે કૃતન બનું છું. બદલે આપવાની સગવડ નથી. ધન આપી શકાય. પુત્ર કેમ આપી શકાય ?
- ધન આપું તે કઈ જાણે પણ નહીં. પુત્ર અપાય તે આખા ગામમાં વિરોધ ઊભો થાય. અપયશ ફેલાય, તે પણ પુત્ર અપાય જ કેમ ? હું આપું પરંતુ તેની માતા કેમ સમજે? પરિવાર કેમ માને? અને પુત્ર પિતે આચાર્ય સાથે જાય પણ કેમ? મને જૈન સાધુઓએ વચન છલથી બાંધી લીધો છે.
થોડીવારમાં જ લક્ષ્મીધર પંડિતને, આચાર્યશ્રીનાં વચન યાદ આવ્યાંઃ “અમે તે ધનને રાખવું, રખાવવું, અને અનમેદવું ત્રિવિધ ત્યાગ કર્યું છે.” “ધન બતાવવું તે પણ અમારા વ્રતને દૂષિત બનાવે છે. બદલે લેવાના શબ્દની વાક્ય રચના નીચે મુજબ છે.
“તમે જે તમારા અતિ વહાલા ધનમાંથી અડધો ભાગ આપ તો, અમે ધન બતાવીએ.” આવી વાક્ય રચના જ સૂચવે છે કે, જૈન મુનિરાજે સોનું-ચાંદી રોકડ નાણુને અડકે જ નહીં. અને–વહાલા ધનને અર્થ, મારા બે પુત્રો પૈકી એક એ અર્થ નીકળે છે. આમાં પણ તેમને ભાવથી–ઉપકાર જ છે. બ્રાહ્મણને પુત્રોને સાચો અર્થ સાધુ થવું એજ છે.
આચાર્ય ભગવાનને નમ્રતાથી જણાવ્યું: આપનું વચન મને માન્ય છે. પરંતુ મારો પરિવાર અથવા મારા પુત્ર માન્ય રાખશે તે. હું પિતે બનતી મહેનત કરીશ. બધાને સમજાવીશ. અને મારું ધાર્યું થશે તે આપને મારે એક પુત્ર વહેરાવીશ. લક્ષ્મીધરે ઘેર આવીને પરિવારને, મેળવીને, નિધાન અલભ્ય હતું તેની, પિતે ઘણા વર્ષોથી શોધ કરી પણ જડયું નહીં તેની, તથા આચાર્ય મહારાજે બતાવ્યું અને ધન મળ્યું તેની બધી વાત કહી સંભળાવી.
હવે લક્ષ્મીધર પંડિત કુટુંબને કહે છે કે, આપણે ધન નીકળ્યા અગાઉ ખૂબ ગરીબ હતા. પાઈ કે પૈસા માટે પણ આપણને મુંઝાવું પડતું હતું. તે આપણે આજે ધનવાન થયા છીએ. બીજાની ગરજ કરનારા હવે આપણે, બીજાને ઉપકાર કરી શકીએ તેવા થયા છીએ. આ પ્રતાપ આંહી પધારેલા જૈનાચાર્ય જિનેશ્વર સૂરિ મહારાજને છે.
તેમણે આપણું સમગ્ર કુટુંબને અપ્રમાણ ઉપકાર કર્યો છે. મારે તેને બદલે આપવો છે. તે બદલ તેઓ ધનને અડકતા ન હોવાથી કેમ વાળી શકાય ? હવે જે મારા