________________
૨૬૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ત્રણે જોવાય છે. તેમ પિતાના ઘરમાં જન્મેલાં વછેરાં કે વાછરડાં, પાડા, ભવિષ્યમાં દુઃખી ન થાય, અકાળ મરણે મરે નહીં, આવું સ્થાન જોઈને આપે, કેવળ દ્રવ્યને અથી ન થાય, પરંતુ પ્રજાના સુખને પણ જુએ ખરો.
પ્રશ્ન : ગૃહસ્થ તો પાપમાં જ બેઠા છે ને? આવું બધું જોવા બેસે તે સંસાર કેમ ચાલે?
ઉત્તર ઃ ગૃહસ્થ પાપમાં જ બેઠા છે એ વાત વ્યવહારની છે. સાચા સાધુસંતની અપેક્ષાએ ગૃહસ્થ પિતાને ઉત્તર કક્ષાના માને. સાધુ દશાની અપેક્ષાએ ગૃહસ્થ દશામાં આરંભ-સમારંભે ઘણું હોય છે. પરંતુ એકાન્ત નથી. ઘણું ઉત્કૃષ્ટ-શ્રાવકે, પાપ-પુણ્યનાં આશ્રવ સંવરના,-આવકજાવકનાં કારણો સમજેલા હોય છે. બિનજરૂરી ધન ઉપાર્જન કરતા નથી. મહાપાપવાળા અને કર્માદાન પૂર્ણ વ્યાપારે કશ્તા નથી. ખૂબ જાગતા રહીને, સાંકડું' જીવન બનાવીને. બારે માસ પાંચ-સાત-આઠ-દશ સામાયિક, પાંચ તિથિ-દશ તિથિ પિષધ કરનારા, જિનદાસ-સાધુદાસી (કંબલ-શંબલના પાલક) શ્રાવક-શ્રાવિકા, પુણીયાશ્રાવક-શ્રાવિકા જેવા, ઊચ્ચ જીવન જીવનારા ગૃહસ્થો પણ હોય છે. તેવા બહુ થોડા ભવમાં મોક્ષગામી જાણવા.
પટેલને એક વાર રાત્રિના સમયમાં ઊંઘ આવી નહીં. પરંતુ વગર મહેનતે સુખ ભાગવતા ઠાકરના વિચારો ખૂબ આવ્યા. ઠાકર ગમે તેટલું ધન માગે પણ ઘડી તો લઈ લેવી એવા વિચારે નક્કી કર્યા. અને સવારમાં વહેલી સવારે, ઠાકરની પાસે પહોંચ્યા. જહારવહેવાર કરીને, ઠાકોરની સામે ઊભા રહ્યા અને કેઈ પણ ભોગે તમારા જેવી મને ઘડી અપાવે. ઠાકરને વિનવણી કરી.
ઠાકરે પટેલને શિખામણ આપી. ભાઈ, પિતાની બુદ્ધિ અને શક્તિને વિચાર કરવો તે સારું છે. પરંતુ વગર સમજણે કેઈનું અનુકરણ કરવાથી લાભ મળે કે ન મળે-નુકસાન જરૂર થાય છે. કહ્યું છે:
“ક્ષત્રી શેભે અશ્વથી, વણિકને વ્યાપાર ! શૂરા રણમેદાનમાં કર ધારે હથિયાર.” “કર્ષકને ખેતી ભલી, નિરાધાર પરસેવ ! નિશ્ચિત સાત્વિક ભાવથી! પ્રસન્ન થાય છે દેવ.”
માટે પટેલ! આપ ઘણા સુખી છે. ભેંસો, ગાય, બળદ, ખેતી, ઘણા નોકરચાકર, દાસદાસી, પુત્ર પરિવાર બધું જ સારું છે. પિતાને મળેલામાં આનંદ પામનાર સદા સુખી છે. ઘણું હોવા છતાં ઘણું મેળવવા ઈચ્છા કરવી, અથવા બીજાનું જોઈને તેવાની ઇચ્છા કરવી તે મોટામાં મોટું દુઃખ છે.