________________
૧૮૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેઓ જુદા જુદા દેશની ભાષાઓના જાણકાર હોય છે. અને અતિઅલ્પકાળમાં તેને દેશની ભાષાઓ. વહેવારે અને માણસને સમજી લે છે. તેથી તેમને ખચકાવું કે ગભરાવું પડતું નથી.
પ્રશ્ન : રાબડ અને બોલ્વડને શું અર્થ ?
ઉત્તર : સંસ્કારી માતાપિતાનાં મૂખસંતાન રાબડ કહેવાય છે અને અસંસ્કારી માતાપિતાનાં મૂખ સંતાને બેથડ કહેવાય છે.
કાલકસૂરિ મહારાજને તેઓ, એક મહાન પુરુષ તરીકે, સમજતા અને સ્વીકારતા હવાથી, અવારનવાર કાંઈ કામસેવાની માગણી કરતા હતા. અને સૂરિ મહારાજ અવસર આવ્યું જેઈશું. એ ઉત્તર આપતા હતા. એકસરદારના ઘેર આચાર્ય ભગવાન રહેતા હતા. તે દરમ્યાન, એક વાર તેમના ઉપરી રાજાનો અશ્રાવ્ય = ન સાંભળી શકાય તે, આદેશ લઈને એક માણસ આવ્યો. પરબીડિયું આપ્યું. વાંચ્યું અને મુખ ઉપરની પ્રસન્નતા ખવાઈ ગઈ. આ વખતે કાલકસૂરિ મહારાજ જોડે જ બેઠા હતા.
સૂરિમહારાજના પૂછવાથી, શાખી સરદારે પોતે અને પિતાના જેવા છ— રાજાઓ પ્રત્યેની–સ્વામી રાજાની, અસહ્ય–અતિજુલમગાર જોહુકમીની વાત કહી સંભળાવી. તેજ ક્ષણે અવસર મળવાથી, તે નુ રાજાઓને બચાવી લેવા, અને તે બાબતમાં પોતે સંપૂર્ણ મદદગાર થવા તૈયારી બતાવી. તેથી ગુમરીતે બધા શાખી સરદારેને, પિતાના ગામમાં કોલકાચાર્યની પાસે બોલાવ્યા. ખાનગી મસલતો કરી, બધા એકમત થયા. કહ્યું છે કે,
अवसरे भाषितं वाक्य, भवेत् कोटिफलप्रदं ॥
અંર્થ અવસરે બેલાયેલું નાનું વાકય પણ, મોટા ફલનું કારણ બને છે.
અને સૂચના કરી કે આપ બધા, પિતપોતાના પરિવાર સાથે હમણાં જ તૈયાર થઈ જાવ. બધા સરદારે એ પોતપોતાનાં લશ્કર, હાથી, ઘોડા, રથ, પાયંદલ સાથે લેવા અને ટકા માર્ગે પસાર થવું, બધી યોજનાઓ નકકી કરીને સૌરાષ્ટ્ર તરફ આવ્યા. એટલે સંભવ છે કે, સિંધનો માર્ગ લીધે હશે. સૌરાષ્ટ્રમાં આવ્યા, ત્યાં ચોમાસું શરૂ થઈ ગયું. વચમાં પડાવ કરે પડયો. ધન શંબલ ખૂટી ગયું.
પરંતુ કાલકાચાર્ય ભગવંતે, એક ઇંટના નિભાડાને, મંત્ર પ્રયોગથી સુવર્ણરાશિ, બનાવી, સરદારેને સેંપીને તેમની બધી જરૂરિયાતને અનુકૂળતા કરી આપી. આમ થવાથી, શાહી સરદારે અનાર્યો હોવા છતાં પણ, સૂરિભગવંતના પ્રભાવથી વિનીત શિષ્યો જેવા થઈ ગયા હતા. જેથી પ્રસંગે પામીને પણ સૂરિમહારાજને ન ગમે તેવું અનાર્ય કામ કરતા નહીં.