________________
૨૬૧
માતાના ઘર્મ મનોરથ પૂર્ણ કરનાર મલવાદીસુરિ
અરણીક જેવા પુત્રને, ભદ્રા જેવી માય,
નિકટભવી મહાભાગ્યને, ભવક્ષય કારણ થાય. ૨ માતાની આજ્ઞાથી જૈનશાસનની પ્રભાવના કરવા દીક્ષા લેનાર મલ્લવાદીસૂરિ.
વીરનિર્વાણથી નવમી શતાબ્દીમાં થએલા મતલવાદીસૂરિ જૈનશાસનના મહાપ્રભાવક પુરુષ થયા છે. મલ્લવાદીસૂરિ નામના બે આચાર્ય થયા છે. બંને પ્રસિદ્ધ આચાર્ય ગણાયા છે.
આ સ્થાને આપણે નયચકની ટીકાના બનાવનાર, અને બૌદ્ધોને વાદમાં હરાવીને દેશનિકાલ કરાવનાર, તાર્કિક શિરોમણિ પહેલા મલવાદીસૂરિનું દૃષ્ટાન્ત લખાય છે.
વલ્લભીપુરના રાજા શિલાદિત્યની બહેન, અને ભરૂચના રાજાની રાણી, મહાસતી દુર્લભદેવી, જેનચાર્યોનાં વ્યાખ્યાને સાંભળી વિતરાગ શાસન પામેલી હતી. તેણીને જિનયશ, યક્ષ અને મહેલ ત્રણ પુત્રો હતા. (ઇતિહાસકારોના મત પ્રમાણે પહેલા મલવાદીને બીજા ભાઈ હતા નહીં. પરંતુ બીજા મલવાદી ત્રણ ભાઈઓ હતા.)
આ પ્રસંગ પહેલા મલવાદીને બંધબેસતો સમજાય છે. દુર્લભદેવી પોતાના દશ-બાર વર્ષના મલ્લ પુત્રને સાથે લઈ વલ્લભીપુર ગયાં હતાં. તે કાલમાં જેનોને અને બૌદ્ધોને ધર્મના નામે ખૂબ ઘર્ષણ ચાલતું હતું. આ કારણે શિલાદિત્ય રાજાની સભામાં રાજાના સભાપતિત્વ નીચે જૈનાચાર્યો અને બૌદ્વાચાર્યને શાસ્ત્રાર્થ થયે હતું. તેમાં જૈનાચાર્યો હારી ગયા.
આ વાદમાં એવી પ્રતિજ્ઞા હતી કે, હારે તેણે સૌરાષ્ટ્રમાંથી વિદાય લેવી. જૈનાચાર્યોની હાર થવાથી, સમગ્ર જૈન સંઘની હારની જાહેરાત થઈ. અને બૌદ્ધોની જિત થવાથી, આપણા રત્નચિંતામણિ જેવા શત્રુંજય, ગિરનાર, પ્રભાસ વગેરે તીર્થો ઉપર પણ બોની સત્તા લાગુ પડી ગઈ હતી, અને બૌદ્ધોએ પિતાની ચોકીઓ બેસાડી તીર્થોને કબજે લીધો હતો.
આવી હાર થવાથી, જૈન સંઘમાં હાહાકાર વર્તાઈ ગયે. હજારે નહીં પણ લાખ આસ્તિક શ્રાવક-શ્રાવિકાઓ ઘરમાં બેસીને રડી-રડીને દિવસે વિતાવતાં હતાં. જેનાચાર્યોને સૌરાષ્ટ્ર છોડી અન્યત્ર જવાની ફરજ પડી હતી, તીર્થો અને ધર્મસ્થાને નિરાધાર થયાં હતાં, કેટલાક આસ્તિકે ધર્મભ્રષ્ટતાના ભયથી, દેશ છોડી પરદેશ જવા રવાના થવા લાગ્યા હતાં. આ ભયંકર અનાવથી શ્રાવિકા દુર્લભદેવી ખૂબ રડતી હતી.
ત્યારે પિતાના બાળક મલે માતાને રડવાનું કારણ પૂછ્યું.
માતાને ઉત્તર : દીકરા ! આપણે ધર્મ અનાદિ અનંત છે. જગતના પ્રાણીમાત્રને મિત્ર છે. સર્વજ્ઞ ભગવંતને પ્રકાશે છે. આગમ અને દલીલથી પણ સિદ્ધ