________________
૨૬૫
ગીતાર્થ ભાવાચાર્યોનું આચરણ સ્વપરના કલ્યાણ માટે હોય છે.
ઉત્તર : શાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાની, બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત થયેલા, ઉત્સર્ગ અપવાદ, લાભ અલાભના નિચોડને સમજેલા, ગીતાર્થ ભાવાચાર્યો, જે કરે તે તેમને માટે નિર્જરાનું કારણ થાય. પરંતુ અમારા જેવા અલ્પજ્ઞ અને અપૂર્ણ છાએ, અનુકરણ કરાય નહીં.
જેમ કોઈ ઔષધિઓના કલ્પને અને શરીરશાસ્ત્રને પારગામી, રોગોના નિદાનમાં નિષ્ણાત વૈદ્ય, પાંચ તોલા સોમલ કે કાલકૂટ ખાય તોપણ, તેને નુકસાન થાય નહીં, પાચન થાય અને ઉપરથી શરીરનાં અવયવોને તાકાદવાળા બનાવે. વિદ્યના વિષભક્ષણનું આપણું જેવા અજ્ઞાની માણસે અડપલું કરી બેસે તે, પ્રાણ ગુમાવે, અને મૂર્ખ બની જાય. એટલા માટે શાસ્ત્રો કહે છે કે :
જે મળ્યા તે ઘડ્યા, વરિતવા તે વા.”
અર્થ : જ્ઞાની પુરુષને દેખાતું આશ્રવનું કારણ પણ પરિણામે સંવરનું કારણ થાય છે, અને અજ્ઞાની માણસની સંવરની ક્રિયા પણ પરિણામે આશ્રવનું જ કારણ થાય છે.
જેમ મુંબઈ, કલકત્તા, અમદાવાદ કે મદ્રાસ જેવા કમાણીના શહેરમાં, મહીને પાંચસો કે હજાર રૂપિયાના ભાડાની દુકાન વસાવે; પોતે મહાબુદ્ધિશાળી હોય, સાથે લક્ષ્મી-પરિવાર, સ્નેહીઓ અને અનુભવ જ્ઞાન હોય તેવા માણસો. બમણું, ચારગણું, દશગણું કમાય છે. ત્યાં ભાડાની કિંમત ધડામાં ખપી જાય છે. આવા માણસનું દેખીને કઈ મહામૂર્ખ, અનુકરણ કરી બેસે છે, બુદ્ધિ અને લક્ષ્મી બન્નેનું દેવાળું સર્જાઈ જાય.
“દેખાદેખી જે કરે તે પાછળ પસ્તાય,
ધન શક્તિ ને આબરૂ નાશ ત્રણેને થાય.” “યુદ્ધ વ્યાપાર ને ઔષધો, સમજીને કરનાર,
સફળ બને આગળ વધે, પણ પામે નહીં માર (હાર).” જગતના બધા બનાવને અનુભવજ્ઞાનની જરૂર છે. તો પછી સ્વ અને પરનું એકાન્ત કલ્યાણ કરવાના સ્થાન ઉપર બેઠેલા જૈનાચાર્યો. અનુભવી ન હોય તો ચાલે કેમ?
આ સ્થાને અનુભવ વગર અનુકરણ કરનારની કથા લખું છું.
એક મધ્યમકટિના ગામમાં એક ઠાકર રહેતું હતું. તે ઘણે બળવાન, શૂરવીર અને લડવૈયો હતો. તેણે એક ઘણી સુંદર ઘડી રાખી હતી. ઘડી એક પશુ જાતિ હોવા