________________
પિતાની આજ્ઞા પાળનાર વિતરાગની આજ્ઞાપાલક થયો
૨૬૩ આરાધના કરી. શ્રુતદેવી તૃષ્ટ થયાં. મૃતદેવીએ મૂળ ગ્રન્થ ન આપ્યું. પરંતુ તેમણે વાંચેલી કારિકા ઉપરથી નવીન નયચક બનાવવા વચન આપ્યું. ન ગ્રન્થ બનાવ્યા. સૂરિપદ મળ્યું.
વલ્લભી અથવા ભરૂચમાં જઈ રાજાની સભામાં શાસ્ત્રાર્થ શરૂ કર્યો. બૌદ્ધોના મોટા મોટા ધર્મગુરુઓ આવ્યા. તેમાં બૌદ્ધાનંદ મુખ્ય હતો. વાદમાં બૌદ્ધ હાર્યા, મલસૂરિની જિત થઈ, હારેલે બૌદ્ધાનંદ મરીને વ્યંતર છે, અને તેણે જેનસંઘને ઉપદ્રવો કર્યા. મલસૂરિએ મહાબળવાન બૌદ્ધોને હરાવ્યા તેથી મલવાદીસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને આખી જિંદગી શાસન પ્રભાવના અને આરાધના કરીને સ્વર્ગવાસી થયા.
ઈતિ માતાની આજ્ઞાધારક મલવાદી સૂરિકથા સંપૂર્ણ થઈ. વળી એક પિતાની આજ્ઞા પાળનાર મહાપુરુષથી કથા લખાય છે.
માલવદેશની ધારાનગરીમાં, લક્ષ્મીધર નામને ગર્ભશ્રીમાન બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરમાં પૂર્વજોએ જમીનમાં દાટેલું ધન, ઘણું વર્ષોથી તપાસવા છતાં મળતું ન હતું. ઘણી જગ્યાએ દવા છતાં, દ્રવ્ય પ્રાપ્તિ થઈ નહીં. તેથી કોઈ વિદ્વાન પુરુષ નગરમાં આવે ત્યારે લક્ષ્મીધર ધન પામવાની આશાએ તેની પાસે જતો હતો, અને પ્રસંગ પામીને પિતાના નિધાન સ્થાનની વાત પૂછતો હતો. પરંતુ અત્યાર સુધી તેને સફળતા મળી નહીં.
એકવાર વર્ધમાન સૂરિમહારાજ (૧૦૮૮માં વિદ્યમાન હતા)ના શિષ્ય સર્વ વિદ્યાના પારગામી જિનેશ્વરસૂરિ મહારાજ ધારાનગરીમાં પધાર્યા, અને લક્ષમીધર પણ સૂરિમહારાજ પાસે ગયે. ત્યારે તેના બે પુત્ર સાથે જ હતા. સૂરિમહારાજે બને પુત્રોને જોયા. અને વિચાર કર્યો કે એક ચિંતામણિ રત્ન છે, અને બીજે કસ્તુભ મણિ જેવો છે.
લક્ષમીધરે પિતાના ખોવાઈ ગયેલા નિધાનની વાત પૂછી. સૂરિમહારાજે જ્ઞાનથી તેના ઘરમાં દાટેલું નિધાનનું સ્થાન જાણી લીધું. અને કહ્યું, અમે તો નિગ્રન્થ સાધુ છીએ. અમે ધનને રાખવું, રખવવું અને અનુમોદવું, ત્રિવિધ ત્યાગ કર્યું છે. કોઈને ધન બતાવવું તે પણ અમારા વ્રતને દોષિત ઠરાવે છે. તે પણ દોષ થકી ગુણો વધી જાય. ખર્ચ કરતાં અનેક ગુણી આવક થતી હોય તે, પંડિત પુરુષ પણ લેભાઈ જાય છે કહ્યું છે કે :
“વ્યય, આવકને તેલતાં, આવક બહુ દેખાય,
ત્યાંગી પંડિત વિબુધ જન, વખતે ત્યાં લોભાય.” માટે તમે જે તમારા અતિ વહાલા ધનમાંથી, અમને અર્ધો ભાગ આપ તે, અમે ધન બતાવીએ. લક્ષ્મીધર બ્રાહ્મણે જૈનાચાર્યની વાત મંજૂર રાખી. આચાર્ય ભગવંતે ધનનિધાનનું સ્થાન બતાવ્યું અને અતિ અલ્પ પ્રયાસથી ધન મળી ગયું. નિર્ધન બ્રાહ્મણ માટે ધનવાન થઈ ગયે.