________________
૨૫૫
શ્રી વીતરાગના સાધુઓના ચારિત્રમાં, સુખને સાક્ષાત્કાર
ચારિત્રના આરાધકોને, પાપવાળાં કે હલકાં કાર્ય કરવાં પડતાં નથી. ચારિત્રના આરાધકોને, દૃષ્ટપત્ની, અવિનીત છોકરાઓ, અને કદર વગરના સ્વામી વગેરે કદર્શનાએ ભેગવવી પડતી નથી, ચારિત્ર આરાધક સાધુઓને, રાજાઓને, રાજ્યના અધિકારીઓને પ્રણામ કે ખુશામત કરવી પડતી નથી. આહાર, પાણી, વ, પાત્ર અને રહેવાના મુકામને, મેળવવા, સાચવવા, સમારવાની હેરાનગતિ આવતી નથી. વળી શ્રીવીતરાગના મહામુનિરાજે બારે માસ જ્ઞાન ધ્યાનમાં ક્ત બનેલા રહેવાથી, ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન પામતા હોવાથી, જીવ-અજીવનાં, પુણ્ય પાપનાં, આશ્રવ-સંવર, નિર્જરા, બંધ, મેક્ષનાં કારણે, કાર્યોને સમજી શકે છે.
ત્રણકાળનું કાલેકનું દ્રવ્ય-ગુણુ-પર્યાયનું ખગળ-ભૂગોળનું, સ્વર્ગ–નરકનું, મનુષ્યલકનું, પશુગતિઓનું, સ્વરૂપ જાણવા મળે છે. પાપ-પુણ્યનાં વિપાકે સમજાય છે. જેની દયા અને હિંસાનું અતિ સારું, અને અતિ ભયંકર ફળ જાણવા મળે છે. ચારિત્રના આરાધક મહામુનિરાજાને, સમતાના સુખને સ્વાદ ચાખવા મળે છે. અને ઉત્તરોત્તર મનુષ્યનાં અને દેવગતિનાં સુખો ભોગવી, ચારિત્રની આરાધનાથી મોક્ષ પણ પામી શકાય છે. જ્ઞાનિએ ફરમાવે છે કે – ___एगदिवसंपि जीवो, पवज्जमुवागओ, अनम्ममणो ।
जइ नविपावइ मुक्खं अवस्स वेमाणिओ होई ॥ અર્થ : એકાગ્રચિત્તથી, શ્રી વીતરાગદેવની આજ્ઞામય, ફક્ત એક દિવસ પણ ચારિત્ર આરાધનાર આત્મા, જે મેક્ષ ન પામી શકે તે પણ, અવશ્ય વૈમાનિક દેવ તે થાય છે જ. તથા વળી
सव्वरयणामएहिं विभूसियं, जिणहरेहिं महावलयं । जो कारिज्जा · समग, तओवि चरण महिड्डीअं ।।
અર્થ : કોઈપણ અતિ ધનવાન, અથવા ચિન્તામણિ રત્ન જેવી દૈવી વસ્તુ પામેલે આત્મા, સર્વ રત્નમય જિનાલય બંધાવીને, આખા જગતને ભરી નાખે; અર્થાત્ ગામડે ગામડે જિનાલય અને જિનપ્રતિમાઓ થાપે; તેના કરતાં પણ, સંપૂર્ણ જિનાજ્ઞાપાલક સાધુનું ચારિત્ર, વધારે કીમતી છે. જિજ્ઞાના વગરનું ચારિત્ર ફૂટેલી કેડી જેવું છે.
માટે જેણે ત્યાગધર્મને સ્વાદ ચાખ્યો છે, તેને દેવકનાં કે મનુષ્યગતિનાં સુખ લેવાનું મન થાય જ કેમ? તે ત્યાગધર્મને ત્યાગવાની ઈચ્છા જ કેમ થઈ શકે ?
- અને જેમણે ચારિત્ર લઈને વિરાટ્યું હોય તેમને પાપ કેવા લાગે છે, તે તમે વિચારે. શા ફરમાવે છે કે –