________________
૨૪૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ स एवहि बुधैः पूज्यो गुरुश्च जनको, पिच ।
शिष्यं सुतं च यः क्वापि, नैवोन्मार्गे प्रवर्तयेत् ॥ અર્થ : ઘનશર્માદેવ કહે છે કે પિતા હોય કે ગુરુ હોય, પરંતુ પુત્રને વા શિષ્યને, ઉન્માર્ગે પ્રેરણા ન કરે, પરંતુ સન્માર્ગે ચડાવે, તેજ પિતા અથવા ગુરુ, પંડિતપુરુષને પૂજવા યોગ્ય છે.
અહીં આટલી નાની વયના બાળસાધુ ધનશર્માએ, મરણની તૈયારીમાં પણ સચ્ચિત્ત (કાચું) અણગલ પાણી પીધું નહીં, પરંતુ જિનેશ્વદેવોની આજ્ઞા અખંડ પાળી. આવા જિનાજ્ઞારક્ષક આત્માઓ જ સંસારને ટૂંકે કરી શકે છે.
ભલે પ્રાણ જાતા રહે, દુઃખ છેઠ ઉભરાય છે પણ જિનવરના મહામુનિ, વ્રતભંજક નવ થાય. ! ૧ સુધા-તૃષા ને ટાઢ તાપ, સહ્યાં અનંતીવાર !
પણ જિનવર આપ્યા વિના, ન થયો લાભ લગાર. . ૨ ઈતિ જિનાજ્ઞાપાલક ધનશર્મા લઘુમુનિની કથા સંપૂર્ણ ઉત્તરાધ્યયન, બીજું અધ્યયન તૃષા પરિષહ પૃ. ૨૯ પહેલી પુઠી.
હવે કેવલ પરલોકને ધ્યાનમાં રાખનારી, વાત્સલ્ય ભરપૂર ઉપકારિણું, માતાની આજ્ઞા પાળનાર–પુત્રની કથા લખું છું,
આ જંબુદ્વીપમાં, તગરાનામની નગરીમાં, દત્ત નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમને શીલાદિ–ગુણાલંકારને ધારણ કરનારી, પતિ વચનેને અનુસરનારી, ભદ્રા નામની ભાર્યા હતી. તેમને ત્રીજા પુરુષાર્થના ફલ સ્વરૂપ અહંક નામા પુત્ર હતો. તે ઘણો ખૂબસુરત હોવા સાથે, સુકુમાર અને માતાપિતાને પણ બહુ વહાલે હતો. તે પણ માતાપિતાની આજ્ઞાને, રાજાની આજ્ઞાસમાન, મસ્તક ઉપર ચડાવતા હતા.
એકવાર તગરાનગરીના ઉદ્યાનમાં, જ્ઞાની ગીતાર્થ જૈનાચાર્ય પધાર્યા હતા. આચાર્ય ભગવાનની સંસારથી તારનારી, વૈરાગ્ય વાહિની, દેશના સાંભળી, દત્તબ્દી વૈરાગ્ય પામ્યા, અને ઘેર આવીને પત્નીને પૂછવા લાગ્યા, જે તારી રજા હોય તે મારે ચારિત્ર લેવાની ઈચ્છા છે.
ભવમાં ભમતા આવડે, ખયે કાળ અનંતા પશુગતિને નરકમાં ના દુઃખને અંત.” ૧