________________
૨૪૯ ^^^^
'*
કુટુંબના માણસેની ફરજને સાચા અર્થ
માતાપિતાની ફરજનો વિચાર કરીએ તેપણું, ફરજને અર્થ પિતાનાં સંતાનનું ભલું ચિંતવવું, ભલું કરવું એ જ થાય છે. જે ભલું વિચારવું અને ભલું આચરવું આ પક્ષ લઈએ તે, દત્તશેઠે પુત્રનું ભલું કર્યું છે; માત્ર પિસાદાર બનાવે છે, પરણાવ, આવી વાતોને ફરજ તરીકે લેખાય તે ? ઘણું માતાપિતાએ દીકરા-દીકરીઓ પરણાવ્યાં. પૈસા પણ સંપ્યાં. પરંતુ દીકરા-દીકરીઓ સુખી જ થયાં, એવો એકધારો અનુભવ, જણાતા નથી.
પ્રજાપાલ રાજાએ, મયણાસુંદરીની મોટી બહેન સુરસુન્દરીને, સારા રાજકુમાર સાથે પરણાવી હોવા છતાં, તે બિચારી નટના કુલમાં વેચાણી, નાચ-ગાન કર્યા. અને મયણાસુંદરીને કેઢિયાને પરણાવી તોપણ, મોટી ઋદ્ધિ-સિદ્ધિને પામ્યાં. ધર્મની આરાધના પામ્યાં. મોક્ષની નજીક થતાં ગયાં.
માતાપિતાઓએ સંસારના લાડકોડ પૂરા કર્યાના, પુત્રને મેટા ધનમાલ સેંપીને મરવાના, દીકરીઓને સારા ઘર અને સારા વર સાથે પરણાવવાના, દાખલાથી આખો સંસાર અને ભૂતકાળ તેમજ વર્તમાનકાળ ભર્યા પડ્યા છે. આજે પણ આખું જગત, પિતાના પુત્ર-પુત્રીઓના ભલા માટે ધર્મ કરી શકતા નથી. પરમાર્થ કરી શકતા નથી. ઉપકાર કરી શકતા નથી.
હજારમાંથી વખતે એકાદ આત્મા, પરલોક સુધારવા તૈયાર થાય છે. ત્યાં પણ માતા-પિતા અને હિતિષી મનુષ્યની અનિવાર્ય ફરજ છે. અને તેવા આરાધનેજ, આત્માને અભ્યદય પ્રકટ કરાવનાર બને છે.
પ્રશ્ન: આપણી આસપાસના પત્ની, પરિવાર, સમાજ, સગાવહાલાં આ બધઓ પ્રત્યે આપણી ફરજ શું રહેલી છે. આ વ્રવ્ય પહેલું કે ? આ બધાને વગડા વચ્ચે મૂકીને પરલોક સુધારવા ચાલતા થવું, બાલબચ્ચાં-બૈરીને રખડતાં મૂકી બાવા બની જવું તે પહેલું?
ઉત્તર : બાવા બનવાની વાત અને આત્મકલ્યાણને માર્ગ જુદી વસ્તુ છે. બાવા બનવા છતાં પણ, વાસનાઓને વળગાડ છૂટો ન હોય, એવાઓની અહીં વાત જ નથી. અહીં તે આત્માને, જીવનના નિર્વાહમાં, હું અને મારાપણામાં અનંતકાળ બગડ્યો છે. આવું જેને ભાન થાય, તેવા સફટિક જેવા નિર્મળ આત્માને પહેલે પરલોક જ વિચારવાને હોય છે. દત્તશેઠ અને ભદ્રા શેઠાણીએ, પિતાનું આત્મશ્રેય સાધવા સાથે, પુત્રનું પણ સધાયું છે એ આપણે અહીં જાણી શકીશું.
મુનિશ્રી અહંક, (અરણુંક મુનિવર) શેઠાણીના હાવભાવ ભરેલાં વચનોમાં, અંજાઈ ગયા. અને મુનિશને ઉતારી નાખ્યો. અને શેઠાણી સાથે બધી પ્રકારની છૂટથી, ઘરના માલિક પેઠે રહેવા લાગ્યા. ૩૨