________________
૨૪૭
સ્ત્રીઓના સમાગમથી ગિઓ પણ પડી ગયા છે
યુવતી ઃ ઠીક ત્યારે, તમે આત્મકલ્યાણ માટે દીક્ષા લીધી છે. એ દીક્ષાનું ફળ તમને આજે જ મળે છે. અને સ્વીકારી લે. દીક્ષા પાળી દેવલેક જાશે? ત્યારે અહીં દેવલેક જેવું આ મનહર ઘર છે. દેવાંગના સરખી હું તમને અર્પણ થાઉં છું. લક્ષ્મીને પાર નથી. દાસદાસી પરિવાર ખૂબ છે.
ફક્ત જે તમે મારો સ્વીકાર કરે. મારી આશાઓ અને ઇચ્છાઓને ફલવતી બનાવો તો ? આ સંપૂર્ણ માલ-મિલકત, બાગ-બગીચા, રાચ-રચીલું, દાસ-દાસી, અને મારું શરીર, બધાની માલિકી તમને સંપાય છે. શેઠાણીના વિકારવાળાં વાક્ય સાંભળીને, મુનિનું ચિત્ત પણ અષાઢાભૂતિ મુનિની પેઠે, અગ્નિ પાસે મણના પીંડની પેઠે ઓગળી ગયું.
આ જગ્યાએ પૂર્વના મહર્ષિઓએ ક્ષણ વાર પણ સ્ત્રી સમાગમ કેટલે દુઃખદાયક છે? તેનું વર્ણન કર્યું છે. तावन्मौनी यतिर्सानी, सुतपस्वी जितेन्द्रियः । यावन्नयोषितां दृष्टिगोचरं याति पुरुषः ॥ १ ॥
અર્થ: ત્યાં સુધી જ મનુષ્ય જ્ઞાની, માની (ધ્યાન), યતિ, તપસ્વી કે ઇન્દ્રિયને જીતનાર રહે છે, જ્યાં સુધી સ્ત્રીઓના પાશલામાં ફસાયે નથી. વળી કોઈ કવિ કહે છે કે –
संसार ? तवविस्तार, पदवी न दवीयसी । अन्तरादुस्तरा नस्युर्यदिरे मदिरेक्षणा ॥ २ ॥
અર્થ : હે સંસાર સમુદ્ર? તને તર કઠીન નથી. તેને પાર કરવાને માર્ગ બહુ દૂર નથી. પરંતુ વચમાં વચમાં સ્ત્રીઓ રૂપ મોટી નદીઓ ઘણી ન આવતી હોય તો ! અર્થાત્ કઈ જીવ ચારિત્ર-તપ આરાધીને મેટી નિર્જરા કરે, પરંતુ પાછા દેવપણું, રાજ્ય કે ધનાઢ્યતા મળે, સ્ત્રીઓની જાળ ગુંથાઈ જાય; આત્મા બિચારે ફસાઈ જાય છે. વળી કેઈ કવિ કહે છે કે,
हयविहिणा संसारे महिलाम्वेण मंडिअं पासं । बज्झन्ति जाणमाणा अजाणमाणावि बज्झन्ति ॥
અર્થ: ખરેખર આ સંસારમાં કર્મરાજાએ, મહિલા = સ્ત્રીના આકારને, એક પાશલે જાળ ગોઠવી છે. જે પાશલામાં જાણકારો પણ ફસાયા છે. તો પછી મૂર્ખા ફસાયા હોય તેમાં તે કહેવું જ શું ? ---
માટે જ મહાપુરુષોએ, સ્ત્રીને સમાગમ ગીપુરુષને તે, મહા ભયંકર બતાવ્યો છે જ. दर्शने हरते चित्तं, स्पर्शने हरते बलं । संगमे हरते वीर्य, नारी प्रत्यक्ष राक्षसी ॥१॥
અર્થ : નારીને જોવા માત્રથી ચિત્ત ખેંચાય છે અને તેણીના શરીરના સ્પર્શમાત્રથી, બળ ઘટવા માંડે છે, અને તેણીના સંગથી (શરીરને રાજા) વીર્ય નાશ પામે છે.