________________
૨૫૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પશુ સમાન છોકરાઓને જન્મ આપીને પણ રાજી થાય છે. તે બચ્ચાં હોય ત્યાં સુધી, માતાને ધાવે છે, વળગે છે, ભેટે છે, લાડ-ગેલ કરે છે. કૂતરી વગેરે માતાઓ પણ પિતાનાં બચ્ચાંઓને ચાટે છે, શિકાર કરીને, પણ બચ્ચાને મોટાં કરે છે. કૂતરી, બિલાડી, સમડી, કાગડી, ચકલી, સિંહણ, વાઘણ, દીપડી, શીયાલ વગેરે પશુજાતિની માતાઓ, પિતાનાં બાળકોને ઉછેરવા, સેંકડો-હજારે જેના પ્રાણીને નાશ કરીને પણ, પિતાને માતા તરીકે આનંદ અનુભવે છે, પરંતુ મેટા થયેલા તે પુત્રો - તરફથી, તે પશુમાતાને કશો જ ફાયદે નથી. બાળકોના પિષણ માટે “પરપ્રાણાને નાશ–હિંસા” આ, હિંસાજન્ય પાપ તે તો એ અભાગણી માતાને ખાતેજ ઉધયું". આવી માતાઓને ભવે પણ આપણું જીવે અનંતીવાર કર્યો.
બીજી માતા, પિતાનાં બાળકે કમાતા થયા જોઈ, આનંદ પામે છે. દીકરી સારું કમાય છે, દીકરો લક્ષાધિપતિ થયો છે. દીકરાની દુકાનના દીવા દેખી, માતા દીવાની બને છે. દીક અધિકારી થયે, અનેકને ઉપરી થયે, મારે દીકરો સુખી છે. પાંચ પચીસમાં પૂછાય તે છે. પરંતુ ઘેલી માતા એટલું વિચારતી નથી, તને શું લાભ ? તને માત્ર મજૂરણનું પેટિયું કે બીજું કાંઈ?
ઉષ્ટ્રી, ઘોડી, રાસભી, નિત્ય ઉપાડે ભાર ! પુત્રો પાસે હોય પણ, ખાય ડફણને માર. ૧ ! પુત્ર સહાય કરે નહીં, માતા ભલે કુટાય ! તેપણ માત અભાગણી, પુત્ર જણી હરખાય. . ૨ |
આવી પામર માણસોની માતાઓ આજે પણ ન ગણી શકાય તેટલી દેખાય છે. કારણ કે અધમ-છોકરાઓ “૩ાાત્રામાદવ નરાધમાન ” લગ્ન ન થાય ત્યાં સુધી માતાપિતા સાથે રહે છે. અને પિતાની કમાઈ તથા માતાની રઈ જમે છે. પરંતુ લગ્ન થયા પછી તુરતજ, માતાપિતાને નવગજના નમસ્કાર કરીને, ગામાન્તર કે સ્થાનાન્તર થઈ જાય છે. માતાપિતાને ઉપકાર ભૂલનારા અધમ લેખાય છે.
કમાઈ જમિયે બાપની, રાઈ જમિયે માય. પણ પરણીને પામરો, જલદી જુદી થાય.
નાની ઉંમરમાં બાળકોના પિતા પરેલેક સિધાવ્યા હોય, ખાવા પીવાના સાધનો ન હોય, તોપણ માતા બિચારી, પારકી નેકરી વગેરે, કુળને શેભતી મજૂરી કરીને, પિતાનું શીલ અને ધર્મ સાચવીને, છોકરાં ઉછેરવા, રાતદિવસ જંપીને, બેસતી નથી. પૂર્ણ નિદ્રા પણ પામતી નથી. સામાયિક પ્રતિક્રમ–પષધ-પૂજા કરી શક્તી નથી, વ્યાખ્યાન સાંભળી શકતી નથી. છતાં મોટા થયા પછી અધમ છોકરાઓ-નવાં પધારેલાં, પત્નીદેવીના