________________
૨૫૦
જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ
હવે આ બાજુ અરણીક મુનિરાજ (સંસ્કૃતમાં અહેવક શબ્દ છે.) વહોરવા ગએલા, વસતિમાં પાછા ન ફરવાથી, સમુદાયના વડીલ મુનિરાજે, પિતાના સાધુઓને, ઠામ ઠામ તપાસ કરવા મોકલ્યા. શ્રાવક સંઘમાં ખબર પડવાથી, આખા શહેરમાં બધી બાજુ તપાસ કરાવી, પરંતુ અરણીક મુનિને પત્તો લાગે નહીં. અને પત્તો લાગે પણ શી રીતે? કોઈ વ્યક્તિ કોઈના ઘરમાં છુપાઈ જાય, અથવા કોઈ માણસ પોતાના ઘરમાં કેઈને છુપાવી દે, તેને પત્તો લાગે પણ કેવી રીતે ?
જ્યારે અરણીક મુનિની હયાતીના સમાચાર મળ્યા જ નહીં, અને સાધુ વાઈ ગયા, એમ જ્યારે નકકી થયું, ત્યારે લાગતાવળગતા આજુબાજુના સંઘોમાં, ખબર પહોંચાડવામાં આવી. અને પછી કર્ણોપકર્ણ આવાત, અરણુંક મુનિની માતા ભદ્રા સાધ્વીજીને પણ પહોંચી ગઈ. સમાચાર સાંભળવાની સાથે, સાધ્વીને મોટો આઘાત થયે. જમીન ઉપર પટકાઈ ગયાં. મૂર્છા આવી ગઈ.
પાસેનાં સાધ્વીઓના ઉપચારથી સાધ્વી બેઠા થયાં, પણ ખૂબ રોયાં, અને બેલવા લાગ્યાં. હું મારા અરણીકની, સાચી શેધ કર્યા વગર જપીશ નહીં. સાધ્વી અને શ્રાવિકાવગે ખૂબજ વાર્યા. પણ કેઈન વાર્યા અટકયાં નહીં. અને એકાએક જે ગામમાં અરણક મુનિ ખોવાયા છે, ત્યાંની વાટે પડ્યાં. ભૂખ્યા-તરસ્યાં અને વિસામો લીધા વગર, સાધ્વી પ્રસ્તુત નગરમાં આવી પહોંચ્યાં.
પુત્ર વાત્સલ્ય કેવું કરી નાખે છે? અત્યાર સુધી સાવધાન પણ હવે, અરણકની શોધ કરવામાં થોડે છેડે મગજને કાબૂ ખસવા લાગ્યા હતા. માણસને એક જ વસ્તુ પ્રાણઘાતક બને છે. તેવી એક સાથે મુસાફરીને પરિશ્રમ, ક્ષુધા, તૃષા, અને શોક, ચાર ભેગાં થયા હોય ત્યાં પૂછવું જ શું?
એટલે અરણીક મુનિવરનાં માતા, શ્રીમતી ભદ્રા સાધ્વી, ઠામ ઠામ લોકોને પૂછવા લાગ્યાં. અરણીક સાધુને તમે જોયા છે? મારા અરણકને તમે ઓળખો છો? એ અરણીક? ઓ અરણીક? -દીકરા અરણક? કયાં ગયા અરણક? બજારમાં, ગલીઓમાં, ઘરમાં, ઘૂસી ઘૂસીને, અરણીક મુનિવરની શોધમાં, ભૂખથી, તરસથી, થાકથી, શોકથી, સાધ્વીજીને મગજને કાબૂ જતો રહ્યો. અને પછી તે ચારે બાજુથી, ગાંડી સાધ્વી તરીકે, લોકોના ટોળાં વિંટળાઈ ગયાં.
રાત કે દાડો સાધ્વી બેસતી નથી, ખાતી નથી, પીતી નથી, અરણીક અરણીક; મારે અરણીક બોલ્યા કરે છે, અને ફર્યા કરે છે. મને મારો પુત્ર બતાવો? આ સાધ્વીની, આવી દશા પણ ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ. એક બાજુ થોડા દિવસે અગાઉ સાધુ (અરણીક મુનિવર) ખવાઈ ગયાનું વર્ણન પણ, હજી લેકની જીભેમાંથી ભુલાયું નથી. ત્યાં આ તેજ સાધુજીનાં માતાની, આવી કારમી, ચી, પિકારો પણ ઉત્તમ આત્માઓના હૃદયને, વલવી નાખતી હતી.