________________
૨૪૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વળી કોઈ કવિ કહે છે, स्थानं नास्ति क्षणं नास्ति, नास्ति प्रार्थयिता नरः। तेन नारद! नारीणां सतीत्वमुपजायते
અર્થ : એકાન્ત જગ્યા મળે નહીં કામકાજમાં નવરાશ ન મળે અને પ્રાર્થના કરનાર પુરુષ ન મળે, ત્યાં સુધી જ સ્ત્રીઓમાં સતીપણું ટકી રહે છે. ઉપલક્ષણથી પુરુષને પણ સ્ત્રીને એકાંતવાસ બેટ છે, એમ જાણવું; પરંતુ આ બધું આપણા જેવા પામર જી માટે સમજવું. સતા અને સતીઓની શીલવ્રતની કટીઓ, અમે આગળ શીલ પ્રકરણમાં લખવાના છીએ. नाम्ना न हि विषं हन्ति स्वप्ने दृष्टाप क्वचित् । स्वप्नेनापि नाम्नापि, हन्ति नारीषंविक्वक्षणात
અર્થ : વિષનું - ઝેરનું માત્ર નામ લેવાથી કે, સ્વપ્નમાં ઝેરને જોયું હોય પણ, કે સાક્ષાત્ નજરે જેવાથી, કોઈના પ્રાણ લેતું નથી, અથવા કેફ ચડાવતું નથી. પરંતુ નારીનું રૂપ નજરે જોયું હોય, પુસ્તકમાં વાંચ્યું હોય, અથવા સ્વપનામાં દેખાયું હોય તોપણ, માણસને બેભાન બનાવે છે, ઉન્માદ કરાવે છે. સજજનેને ન શોભે તેવું પણ કરાવી નાખે છે.
ઘણું શું કહેવું? अप्यश्मनिर्मितं पुंसां, यासां रूपं मनोहरेत् । वनिता विश्वमोहाय, मन्ये ता वेधसा कृताः ॥
અર્થ : સાક્ષાત્ સ્ત્રીઓના રૂપની વાત તે જવા જ દે. પરંતુ પાષાણુની અંદર કતરેલું પણ સ્ત્રીનું રૂપ, (અમરદત્ત જેવાઓને) માણસના મનને આકુલ વ્યાકુલ બનાવી નાખે છે. તેથી એમજ લાગે છે કે, કર્મરાજાએ આ સ્ત્રીઓને, જગતના જીને, મૂંઝવણમાં પાડવા જ બનાવી જણાય છે.
અતિ ઉત્તમ માતાપિતાનું સંતાન પણ, મુનિશ્રી અરણીકજી, યુવતીનાં વચનમાં ભેળવાઈ ગયા. કારણકે, પિતાના શરીરની સુકુમારતા; પિતાના મરણને આઘાત, અને પિતાની હાજરીમાં ગોચરી પાણી વહેરવા જવાની, અથવા કામકાજ કરવાની ટેવ પડી જ નહીં. આ બધાં કારણો પણ નિમિત્તભૂત ગણાય.
પ્રશ્ન : આટલા નાના છોકરાને--માત્ર માતાપિતાના કારણે જ દીક્ષા લેવી પડી તે શું વ્યાજબી ગણાય? ઠીક, માતાપિતાએ છોકરાને ઉછેરી મેટ થયા પછી દીક્ષા લીધી હોત તે શું? પિતાનાં બાળકને ઉછેરવાની માબાપની ફરજ નથી?
ઉત્તર : આટલા નાના પુત્ર-પુત્રીઓને સાથે લઈને, દીક્ષા લીધાના દાખલા પણ જૈનશાસનમાં હજારે બન્યા છે. અને આરાધના કરી તરી ગયાના પણ દાખલા સંખ્યાતીત મળે છે. અને આની આગલી કથામાં જ ધનશર્મા બાળમુનિરાજની આરાધના આપણે જોઈ પણ ગયા છીએ.