________________
૨૪૫
સાધુપણામાં સુકુમારતા શત્રુસમાન બને છે આપ્યું. અને કેટલાક વખત, પિતાની પેઠે સમુદાયના મુનિઓએ, અહંનક મુનિને ગોચરી પાણી લાવીને ખવડાવ્યું.
પરંતુ પિતાની પેઠે બારે માસ થોડું ચાલે છે? અરે બાપ પણ, આખી જિંદગી કેઈને સાચવી શકે એવું ડું જ બને છે? તેથી સમુદાયના સ્થવર સાધુઓએ, બીજા સાધુઓ સાથે અહંન્નક મુનિને પણ, ગોચરી જવાની આજ્ઞા ફરમાવી. ઉષ્ણકાળ હતો. વૈશાખ જેવો મહિને હતો. મુનિ સુકુમાર હતા. કામ કરવાને બોજ પડવાને આ પહેલા જ દિવસ હતો. નીચે જમીન ઉપરની રેતી, અંગારા જેવી તપી હતી. ઉપર પણ સવિતાનારાયણ જોરદાર તપી રહ્યા હતા. તેથી અહંન્નક મુનિના પાદ–મસ્તક અને આખું શરીર, સળગી જતું હોય તેવું ગરમ થઈ ગયું હતું.
એટલામાં એક મોટી હવેલીની છાયા આવી. અહંન્નક મુનિરાજ ત્યાં આવી, જરા વિશ્રાંતિ લેવા ઊભા રહ્યા. બીજા અનુભવી સાધુઓ જરા આગળ નીકળી ગયા હતા. એટલે અહંનક સાધુ પાછળ પડી ગયા અને વિસામો લેવામાં ડખલ પડી નહીં.
અહંન્નક સાધુ જ્યાં ઊભા હતા તે હવેલી, કોઈ મોટા ધનાઢ્યની હશે, ત્યાં એક યુવતી રહેતી હતી. તેની બે ચાર દાસીઓ પણ હશે.
સંભવ છે કે ઘરને માલિક પત્નીને ઘેર રાખી, પરદેશ કમાવા ગયે હશે. કઈ કવિએ ગાયું છે કે –
गृहे हित्वा बालां, सकलगुणसैभाग्यकलितां । विदेशं ते यान्ति प्रचुरधनलुब्धाः सुधनिनः ॥ यदि द्रव्यपाप्तिनच तरूणतायाः सुखमपि ।
न देयं पांडित्यं कथमपि नृणां हंसगमने ? ॥ १ ॥ અર્થ : આત્માના અત્યંતર એારડામાં, શ્રી વીતરાગનું શાસન વસવાટ પામ્યું ન હોય તે, આ જીવને લક્ષ્મી અને બુદ્ધિ બંને, શાન્તિની જગ્યાએ અશાતિ જ ઊભી કરે છે. અને આ જ કારણે અતિપ્રમાણુ ધન મળ્યું હોય પણ યુવતી પત્નીને; અથવા નાના બાળકને, કે સમગ્ર પરિવારને, નિરાધાર છોડીને કે, તેમના ભવિષ્યને વિચાર પણ કર્યા વિના, લેક દેશાન્તરોમાં ભટકતા જ રહે છે. ભલે પછી તે ધન ખૂબ જ કમાઈને આવતા હશે. પરંતુ તેવાઓ પરલોકની કે આ લેકની શાંતિ પામી શકતા નથી.
મહાપુરુષે ફરમાવી ગયા છે કે – “ના રાદો તા રોણો ઢા€T ઢોરોવર”
લોભ વધે છે લાભથી, સીમા નવ દેખાય ! પામર બહુ ધનપતિ થયે, તે પણ ઈચ્છે આય.” છે ૧ છે