SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ સ્ત્રીઓના સમાગમથી ગિઓ પણ પડી ગયા છે યુવતી ઃ ઠીક ત્યારે, તમે આત્મકલ્યાણ માટે દીક્ષા લીધી છે. એ દીક્ષાનું ફળ તમને આજે જ મળે છે. અને સ્વીકારી લે. દીક્ષા પાળી દેવલેક જાશે? ત્યારે અહીં દેવલેક જેવું આ મનહર ઘર છે. દેવાંગના સરખી હું તમને અર્પણ થાઉં છું. લક્ષ્મીને પાર નથી. દાસદાસી પરિવાર ખૂબ છે. ફક્ત જે તમે મારો સ્વીકાર કરે. મારી આશાઓ અને ઇચ્છાઓને ફલવતી બનાવો તો ? આ સંપૂર્ણ માલ-મિલકત, બાગ-બગીચા, રાચ-રચીલું, દાસ-દાસી, અને મારું શરીર, બધાની માલિકી તમને સંપાય છે. શેઠાણીના વિકારવાળાં વાક્ય સાંભળીને, મુનિનું ચિત્ત પણ અષાઢાભૂતિ મુનિની પેઠે, અગ્નિ પાસે મણના પીંડની પેઠે ઓગળી ગયું. આ જગ્યાએ પૂર્વના મહર્ષિઓએ ક્ષણ વાર પણ સ્ત્રી સમાગમ કેટલે દુઃખદાયક છે? તેનું વર્ણન કર્યું છે. तावन्मौनी यतिर्सानी, सुतपस्वी जितेन्द्रियः । यावन्नयोषितां दृष्टिगोचरं याति पुरुषः ॥ १ ॥ અર્થ: ત્યાં સુધી જ મનુષ્ય જ્ઞાની, માની (ધ્યાન), યતિ, તપસ્વી કે ઇન્દ્રિયને જીતનાર રહે છે, જ્યાં સુધી સ્ત્રીઓના પાશલામાં ફસાયે નથી. વળી કોઈ કવિ કહે છે કે – संसार ? तवविस्तार, पदवी न दवीयसी । अन्तरादुस्तरा नस्युर्यदिरे मदिरेक्षणा ॥ २ ॥ અર્થ : હે સંસાર સમુદ્ર? તને તર કઠીન નથી. તેને પાર કરવાને માર્ગ બહુ દૂર નથી. પરંતુ વચમાં વચમાં સ્ત્રીઓ રૂપ મોટી નદીઓ ઘણી ન આવતી હોય તો ! અર્થાત્ કઈ જીવ ચારિત્ર-તપ આરાધીને મેટી નિર્જરા કરે, પરંતુ પાછા દેવપણું, રાજ્ય કે ધનાઢ્યતા મળે, સ્ત્રીઓની જાળ ગુંથાઈ જાય; આત્મા બિચારે ફસાઈ જાય છે. વળી કેઈ કવિ કહે છે કે, हयविहिणा संसारे महिलाम्वेण मंडिअं पासं । बज्झन्ति जाणमाणा अजाणमाणावि बज्झन्ति ॥ અર્થ: ખરેખર આ સંસારમાં કર્મરાજાએ, મહિલા = સ્ત્રીના આકારને, એક પાશલે જાળ ગોઠવી છે. જે પાશલામાં જાણકારો પણ ફસાયા છે. તો પછી મૂર્ખા ફસાયા હોય તેમાં તે કહેવું જ શું ? --- માટે જ મહાપુરુષોએ, સ્ત્રીને સમાગમ ગીપુરુષને તે, મહા ભયંકર બતાવ્યો છે જ. दर्शने हरते चित्तं, स्पर्शने हरते बलं । संगमे हरते वीर्य, नारी प्रत्यक्ष राक्षसी ॥१॥ અર્થ : નારીને જોવા માત્રથી ચિત્ત ખેંચાય છે અને તેણીના શરીરના સ્પર્શમાત્રથી, બળ ઘટવા માંડે છે, અને તેણીના સંગથી (શરીરને રાજા) વીર્ય નાશ પામે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy