________________
૨૪૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
સહસમલે પછી લાખની, લાખ મલે પછી ક્રોડ ક્રોડપતિ પણ ચિંતવે, બનું ધનિક અદ્રેડ, ॥ ૨ ॥
યુવતીબાળાના પિત ઘણા વખતથી પરદેશ ગયા હેાવાથી, અને અન્નક સાધુના શરીરના પ્રત્યેક અવયવમાં, ઉછળતું રૂપ-લાવણ્ય અને સૌભાગ્ય જોવાથી, શેઠાણીની વાસના અનેવિકારોએ મર્યાદાના ભંગ કર્યો અને દાસીને આજ્ઞા આપી જા ! ઝરુખા નીચે ઊભેલા મહાત્માને વહેારવા ખેાલાવી લાવ!
सौभाग्यमन्मथं तंच, तत्रस्थं तद्गृहेश्वरी । धनाद्यवणिजो भार्याऽपश्यत् प्रोषितभर्तृका ॥ १ ॥ अचितयच्च सारूप महो ? अस्य मनेोहरं । यद्मात्रमपि से, समाकर्षति मानसं ॥ २ ॥ दरमयित्वा स्वं करोमि सफलं वयः । ध्यात्वेति प्रहिणोद्दास, सातदाह्वानहेतवे ॥ ३ ॥
દાસી =પધારો મહારાજ? ઉપરના મહેલમાં; અમારાં સ્વામિની, આપને વહેારવા એલાવે છે!
સાધુ અન્નક દાસીને ભાવ તા જાણી શકયા નહીં, પરંતુ વહેારવાનું આમ ત્રણ મળવાથી રાજી થયા. કારણ કે તે, ગામ અને ગેાચરીવહારવાની બાબત, બન્નેના અજાણ્યા હતા. તેથી દાસીના નિમંત્રણના સ્વીકાર કરી, સાધુજી નિસરણીના પગથીઆં ચડી, ઉપર આવી ધ લાભ ખેાલ્યા.
ત્યાં તે રૂપનો અંબાર ઘરની સ્વામિની, સામે આવીને મુખને મલકાવતી, અને આંખાને નચાવતી, બેલી : હું સૌભાગી પુરુષામાં શ્રેષ્ઠ ! તમે શું માગેા છે ?
અન્નકમુનિ : હું સૌભાગ્યવતિ ? અમે ભીક્ષા
માગીએ છીએ. મુનિશ્રીના ઘંટડીના રણકાર જેવા, સુમધુર અવાજને સાંભળતાં જ, કામદેવના બાણેાથી, સમગ્ર શરીરમાં વિધાઈ ગયેલી શેઠાણીએ, ઈશારાથી દાસી મારફત, મેાક વગેરે અનેક જાતનાં સુસ્વાદુ ભાજના મંગાવીને, મુનિરાજ સામે લાવીને ધર્યાં અને અતિ આદરથી પાત્રો ભરાય તેટલાં વહેારાવ્યાં, સાધુજી પણ ફરવાના અજાણુ, અને તાપથી કંટાળેલા, થાકી ગયેલા, તેથી જરૂર અનુસાર વહેારી લીધું.
:
યુવતીના પ્રશ્ન : ભેળની વયમાં યાગ કેમ લીધેા ?
સુનિના ઉત્તર ઃ આત્માના કલ્યાણ માટે.
યુવતીના પ્રશ્ન : આત્મકલ્યાણની વયને હજીક ઘણીવાર છે. મુનિના ઉત્તર : મરણને માટે વય નક્કી નથી.
“ ગર્ભે આવ્યા, બાળક જન્મ્યા, યુવાનને લઈ જાવે । ઘરડા- મધ્યમ–ધનિક – નિર્ધન, યમને સધળા ફાવે. ”