________________
વરસ્વામી જૈનાચાર્યને પરણવા તૈયાર થયેલી રૂકમિણ કન્યા
૨૩૫ તે પાટલીપુત્ર શહેરમાં, ધનાવહ નામના એક કોટ્યાધીશ શેઠ રહેતા હતા. તેમને સંતતિમાં ફક્ત એક જ રુકિમણી નામની પુત્રી હતી. તેણે ઘણી રૂપાળી હતી, ક્ષપશમ ખૂબ હતો, સાધ્વીજી મહારાજ પાસે ભણવા અને પ્રતિકમણાદ કરવા દરરોજ આવતી હતી. તે બાળાએ સાધ્વીજીઓના મુખથી, વયસ્વામી આચાર્યના ગુણોનું વર્ણન વારંવાર સાંભળ્યું. તેથી તેણીને મનમાં – એવા વિચારો આવ્યા કે, પરણવું, વયરકુમારને જ પરણવું. આ વાત તેણીએ સાધ્વીજી મહારાજને, ખાનગીમાં જણાવી દીધી.
સાધ્વીજીભેળીબાળા ! વીતરાગના મુનિરાજ ત્રિવિધ બ્રહ્મચારી હોય છે. તેમણે તો બધા પ્રકારની હિંસા, બધાંજ અસત્ય, ચોરીના બધા પ્રકારે, દેવ, મનુષ્ય, અને તિર્યંચની નારીસાથેના મૈથુન તથા બધા પ્રકારના પરિગ્રહે સર્વથા ત્યાગ કર્યા હોય • છે. તેવા આત્મા જ વીતરાગના મહામુનિરાજે કહેવાય છે. તેમની સાથે વિવાહને વિચાર
કરે તે પણ વેવલાઈ ગણાય.
“પંચમહાવ્રત પાળવા, પાળે પંચ આચાર તે જિનવરના મુનિવરે, ન કરે સ્ત્રી સ્વીકાર” | ૧ | પંચમહાવ્રત પાળવા, પાળે પ્રવચન માય ! મહામુનિવર જનદેવના, નારી વશ નહીં થાય” મે ૨ “દુઃખદાયક સંસારને, કરી પૂરણ અભ્યાસ ત્યાગે કંચન કામિની, ઈરછે કેમ વિલાસ’ ૩ | “પાપ સ્થાનક અઢારનાં, મોટાં કારણુ દેય લક્ષ્મી ને નારી વિના, રહી શકે નહીં કેય” | ૪ | “બંને મેટાં પાપને ત્યાગે મહામુનિરાય પાંચ મહાવ્રત પાળવા, સાવધ રહે સદાય” છે એ છે
ત્યાગી કંચન કામિની, પુન: કરે સ્વીકાર | તેવા પામર જીવડા, રખડે બહુ સંસાર” છે ૬ છે “મહાવ્રત પાળે શુદ્ધ તે, સ્વર્ગ મોક્ષમાં જાય !
મહાવ્રતનું ખંડન કરે, ચાર ગતિ અથડાય” | ૭ | સાધ્વીજી મહારાજ કહે છેઃ બાળા ભેળી શ્રાવિકા ! તારા આ વિચાર પણ પાપને વધારનારા છે. ધર્મ અને નીતિ ઉભય વિરુદ્ધ છે. કુગતિમાં ધકેલનારા છે. ઉત્તમ આત્માઓને ખરાબ વિચારો આવે નહીં અને આવે તો પણ મુખથી તે પ્રકાશે જ નહીં. જૈન કુલમાં જન્મેલી તારા જેવી બાળાને આવા વિચાર કરવા શેભે નહીં.