________________
૨૩૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મિણી કન્યામને પણ એમ જ થયા કરે છે કે, જૈનાચાર્યને પરણવાના વિચારો એ, કેવળ મૂર્ખાઈ જ ગણાય. પરંતુ મારું મન સાક્ષી પૂરે છે, ડાબું અંગ ફરકયા કરે છે, તેથી ચેકસ મારી ઈચ્છાઓ પૂરી થશે. હું પોતે પદ્મિની સ્ત્રી છું. રૂપને ભંડાર છું. કળા-ગુણની ખાણ છું. મને જોઈને જ વયરકુમાર મારે સ્વીકાર કરશે.
બસ રૂપ અને જ્ઞાનકળાના અભિમાનમાં ગરકાવ બનેલી રૂકૃમિણી કન્યાએ, પિતાના વિચારો પિતાની સખીઓ દ્વારા, માતાપિતાને જણાવી દીધા. અને એકની એક પુત્રીના વાત્સલ્યરાગમાં શેઠજી પણ, વિચાર કર્યા સિવાય, વયરકુમારમહામુનીશ્વરના, વિહાર અને વસવાટની તપાસ કરવા લાગ્યા.
શેઠની પુત્રીના આવા કુતૂહલ ઉત્પાદક વિચારોની, આખા પાટલીપુત્ર શહેરમાં જાહેરાત થઈ ગઈ અને “વાતે વાયરે જાય છે” એ ન્યાયથી દેશપ્રદેશ પણ ફેલાવા લાગી, અને શેઠે પિતાની પુત્રીના સાત્વના ખાતર, વરસ્વામી આચાર્યની શોધ પણ ચલાવી.
આ વાત સંઘના આગેવાનોએ પણ, વરસ્વામીને પહોંચાડી, અને આચાર્ય ભગવાન પણ પોતાના પૂર્વનાજ્ઞાનથી, જૈનશાસનની પ્રભાવના વિચારીને, પાટલીપુત્ર શહેરમાં પધાર્યા. શ્રીસંઘે ઘણું સમારેહથી, સૂરિભગવંતનો પ્રવેશ મહોત્સવ ઉજવ્ય, વ્યાખ્યાન સાંભળી, સૌ સંઘના માણસો પિતા પોતાના ઘેર ગયાં.
સંઘમાં વાતો થવા લાગી. સૌ કોઈ પોતપોતાની બુદ્ધિ અનુસાર બોલતા હતા. આચાર્ય મહારાજના ગુણે સાંભળ્યા હતા. પરંતુ આજ તે નજરે દેખાય છે, કોઈ કહે છે, કે આ છોકરી ખરેખરી પરીક્ષા કરનારી ગણાય. કેટલી નજર પહોંચાડીને, નિર્ણય કર્યો છે. તેના પિતા માતાને પણ ખરેખર ધન્યવાદ. દીકરીને માટે વર શોધવામાં કમાલ કરી છે
કોઈ કહે છે કે ધનાવડ શેઠ અને તેની છોકરીની, અક્કલ તો બહેર મારી ગઈ છે પરંતુ તમારી પણ સાથોસાથ બુદ્ધી બુઝાઈ ગઈ લાગે છે.
“સૂરજ ઊગે પશ્ચિમે, મે ચલાલ થાય! પણ દશપૂરવધર સૂરિ, નારી વશ નહીં થાય. છે ૧ શ્રીજિનશાસનના મુનિ, દશ પૂરવધર થાય તેના મન-વચ-કાયમાં, નાવે વિષયકષાય. | ૨ | સમ્યગદર્શન–જ્ઞાનને, ચરણ કરણ સમુદાય સંપૂરણ દેખાય તે, પૂરવ જ્ઞાન અપાય. ( ૩ છે દશપૂરવરધર મહામુનિ, રત્નિત્રયી ગુણધામ | જેના નિર્મળ સ્વાન્તમાં, કદી ન આવે કામ. ૪