________________
૨૩૯
જિનાજ્ઞાપાલકમુનિ ઘનશર્મા સૂરિભગવંત અનશન આરાદ્ધિ સ્વર્ગમાં પધાર્યા, પંન્યાસ પ્રવર પવવિજગ ગણિતવર ફરમાવે છે કે :
“રથાવર્ત ગિરિ જઈ અનશન કાધું, સહમહરિ તિહાં આવે રે ! પ્રદક્ષિણ પર્વતને દેઈને, મુનિવર વંદે ભાવે રે.”
કકણદેશમાં, એપારક નગરમાં (હાલનું મેટા સોફાલા) આચાર્ય વાસેનસૂરિ મહારાજ પધાર્યા, અને નગરમાં ગૌચરી વહોરવા નીકળ્યા. આ નગરમાં શ્રીદત્ત નામના શેઠ રહેતા હતા. તેમને ઈશ્વરી નામની પત્નીથી ચન્દ્ર-નાગેન્દ્ર-નિવૃત્તિ અને વિદ્યાધર પુત્રો થયા હતા. દુષ્કાળના કારણે અનાજ અલભ્ય બનવાથી. રાંધેલા અનામાં ઝેર ભેળવી મરવાને વિચાર કરતા હતા. તેમને સૂરિવરે ગુરુવચને સંભળાવી બચાવ્યા. છએ જણે દીક્ષા લીધી. ચારે પુત્ર મહાપ્રભાવક થયા.
ઈતિ. શ્રી વીતરાગદેવની આજ્ઞાપાલન સૂચવતી, અઢારમા યુગપ્રધાન છેલ્લા દશપૂર્વ અને તેરમા પટ્ટધર શ્રી વાસ્વામી આચાર્યની કથા સંપૂર્ણ.
વળી એક જેનાજ્ઞા સૂચક બાલમુનિની કથા :
માલવદેશની મહાપ્રસિદ્ધ ઉજજયિની નામની જેનપુરીમાં, ધનમિત્ર નામના એક શ્રેણી રહેતા હતા. તેમને ઘનશર્મા નામે ગુણાશ્રયી પુત્ર હતો. બાલ્યકાળથી જ તેને ધર્મ ખૂબ ગમતો હતો. એક ગીતાર્થ ધર્માચાર્ય પાસે દેશના સાંભળી, ઘનશર્મા પુત્ર સહિત ઘનમિત્ર શેઠે દીક્ષા લીધી અને ગુરુદેવની અને મુનિઓની નિશ્રામાં, ગ્રહણ આસેવન શિક્ષાને પામ્યા.
અન્યદા માળવાથી બીજા દેશ તરફ વિહાર કરતાં, એકઅટવીમાં ચાલતા હતા. આ વખતે ગરમી ઘણી પડતી હોવાથી, અને વિકટમાર્ગ હોવાથી, લઘુમુનિ ઘનશર્મા થાકી ગયું અને સાથોસાથ તૃષાથી ખૂબ પીડાવા લાગ્યું. તેથી વિહારમાં, તેની ગતિ ધીમે ધીમે મંદ થવા લાગી. બીજા સાધુઓ ઉતાવળા આગળ થઈ ગયા. પરંતુ ઘનમિત્ર પિતાના વહાલા પુત્રની સાથે ચાલતા હતા.
“ઉગ્રવિહાર બાલકપણું, ઉષ્ણકાળ બહુતાપ. - પણ જિનવરના સાધુઓ, પામે નહીં સંતાપ.” પુત્રને લાગેલો શ્રમ અને તૃષા, પિતાના ખ્યાલમાં આવી ગયાં હતાં. પરંતુ પુત્રની તૃષા નાશ કરવાને ઉપાય જડતો હતા નહીં. એટલામાં એક જલપૂર્ણા નદી આવી. પિતાપુત્ર પણ આગળ ચાલેલા, મુનિસમુદાયને ધ્યાનમાં રાખીને, નદી ઉતરી ગયા. અને પુત્ર મુનિના-શરીરમાં આવેલી ઢીલાશને વિચારીને ધનમિત્ર સાધુ કહેવા લાગ્યા :
ભાઈ ! તારી મુખાકૃતિથી સમજાય છે કે તેને તૃષા ઘણી લાગી છે. પરિશ્રમ પણ