________________
૧૯૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
રહ્યા. એટલામાં પ્રભુ મહાવીર દેવ પધાર્યાં. મૃગાવતી સતીએ હજારો દેવા, વિદ્યાધરા માણસાની વચ્ચે, સમવસરણમાં ભગવાન મહાવીરદેવની સમક્ષ, ચ'ડપ્રદ્યોત પાસે દીક્ષા લેવા રજા માગી. પ્રભુજીના અતિશય અને સતીના શીલ પ્રભાવે ચંડપ્રદ્યોતે હા કહી.
મહાસતી મૃગાવતીએ પ્રભુજી પાસે દીક્ષા લીધી, નિરતિચાર આરાધી કેવલજ્ઞાન પામી મેાક્ષ ગયાં. આ સ્થાને શીલરક્ષણ માટે સતી મૃગાવતીએ કપટરચના કરી. બીજુ, આઠમું અને સતરમું પાપ સ્થાનક સેવ્યું. પણ લાગ્યું નહીં પાપ બંધાયું નહીં કર્યાં ખપી ગયાં.
પ્રશ્ન : કાલકાચાર્ય ભગવાન માટે ઘણી વાતા સંકળાએલી છે. તે કાલકાચાય એક જ કે જુદા જુદા છે.
ઉત્તર : કાલકાચાર્ય ભગવાનના નામ ઉપર-નીચે મુજબ ઘટનાએ બન્યાની જાહેરાતા મલે છે.
૧ દત્તનામા રાજાએ યજ્ઞનું ફળ અને પેાતાનું મરણ, ગતિ વગેરે પુછ્યાની ખાખત ૨ ઈન્દ્ર મહારાજે નિગેાદનું સ્વરૂપ પુચ્છયાનું વિસ્તારથી વ્યાખ્યાન કર્યાની બાબત
૩ ગદ્ધ ભિલ્લ રાજાએ સરસ્વતી સાધ્વીનું હરણ કર્યુ. માટે જ તેના ઉચ્છેદ કર્યાની ખાખત
૪ વાર્ષિક પર્વ (સંવચ્છરી પ) પાંચમનુ' ચાથમાં લાવ્યાની ખાખત
૫ અવિનીત શિષ્યોના ત્યાગની ખાખત.
૬ તથા સત્તાવીશમા યુગપ્રધાન કાલકાચાર્ય ભગવાન થયા છે તેમના સમય કયારે?
દત્તનામના રાજાના બનાવ. કાલકાચાય અને દત્ત રાજાની કથા.
તુરિમણી નામની નગરીમાં. કાલક નામના સર્વાંવિદ્યાપારગામી બ્રાહ્મણ રહેતા હતા. તેને ભદ્રા નામની વિધવા બહેન હતી. તેપણ પેાતાના નાના બાળક સાથે ભાઈના ભેગી જ રહેતી હતી. ભદ્રાના પુત્રનુ દત્તનામ હતું. એકવાર કાલકવિપ્રને જૈનાચાય ના સમાગમ થયો. દેશના સાંભળી. વૈરાગ્ય થયો. દીક્ષાલીધી. ઘણા બુદ્ધિશાળી હાવાથી, ઘેાડા જ સમયમાં, ગુરૂસેવાના ફલસ્વરૂપ સર્વ શાસ્ત્રાના પારગામી થયા. ગુરૂમહારાજે કાલકમુનિને લાયક સમજી, વિધિ-વિધાના કરાવીને, આચાય પદવી આપી.
કાલકવિપ્રના ભાણેજ મામાના સહવાસથી ભણીગણીને વિદ્વાન થયો હતા. મામાની દીક્ષા પછી ધન કમાવાના ઉપાયા શરૂ કર્યાં. સામતીએ ખરાબ મળવાથી દિશા બદલાઈ ગઈ. જ્ઞાનબુદ્ધિના પ્રવાહ સવળે નહી પણ અવળે માગે શરૂ થયો.