________________
૨૦૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બીજાં કેટલાંક દેવગતિ પ્રાગ્ય પુણે અવશિષ્ટ હોય તેને, મનુષ્ય ગતિમાં આવીને ભગવે છે.
પ્રશ્નઃ પુણ્ય ખવાઈ જવાથી દેવભવમાંથી બીજી ગતિમાં જવાનું બને છે એમ ખરું કે નહીં?
ઉત્તર : કેટલાક મિથ્યાદષ્ટિ આત્માઓ કે જેઓ, અકામનિર્જરાથી દેવગતિ પામ્યા હોય, અને કેવલ ભવાભિનંદીજ હોવાના કારણે, અતિલોલુપ ભાવે વિષયના કીડા બનીને, દેવાંગનાઓમાં જ, આસકત રહેનારા હેય. બીજા પણ અનેક અનાચરણ સેવનારા હોય. મનષ્ય પાસેથી, ઘેટા બકરા પાડા વગેરે જીવોનાં બલિદાને લેનારા હોય, યજ્ઞાદિકપાપ ક્રિયાઓને, પિષણ આપનારા હોય, તીર્થકરદે કે મહર્ષિઓને, ઉપસર્ગ કરીને, દેવાધમ-સંગમ સુરની પેઠે, ભયંકર આશાતનાઓ સર્જનારા હોય, પરમાધામી હોય, તેવા પહેલા બીજા–સર્ગ સુધીના દેવાસુરે. પૃથ્વીકાય, અચકાય, અને વનસ્પતિકાય જેવાં ડુલકાં સ્થાનમાં પણ ચાલ્યા જાય છે.
પરંતુ ચારે નિકાના કેટલાક સમ્યગદષ્ટિદે, પિતાના દેવભવમાં પણ, દેવી સુખમાં તન્મય રહેવા છતાં, પ્રસંગે પામી, જિનેશ્વરદેવેનાં કલ્યાણક ઉજવવા જાય છે. સમવસરણમાં જાય છે. નંદીશ્વરદ્વીપમાં જાય છે. કેવલીભગવંતના પણ વ્યાખ્યાન, સાંભળવા જાય છે. સીતા જેવી મહાસતીઓ કે સતાઓના ઉપદ્રવ નિવારણ કરવા પણ જાય છે. આવા આત્માઓનાં પુણ્ય ખવાઈ જતાં નથી.
મહાદેવી સુનંદાને પુત્રને જન્મ થયો ત્યારે, સાસુ-સસરા કે પતિની અવિદ્યમાનતા હોવાથી, પુત્રજન્મની વધામણી આદ,મહદ્ધિ પુરુષોનાં કુટુંબમાં થવા ગ્ય, કોઈ વ્યવહાર થયા નહીં. તોપણ કુમારનું દેવકુમાર જેવું, અને મહાપુરુષમાં અવશ્ય હોવાં જોઈતાં ઉત્તમત્તમ લક્ષણ યુકત રૂપ જોઈને, સુનંદાના હર્ષને પાર રહ્યો નહીં.
સુનંદા મહાસતી પિયર અને સ્વસુર ઉભય પક્ષથી; કુલ ખાનદાની સાથે ધનવતી પણ હતી. તેથી તેણીને સુખીવર્ગ, અને સ્વજનવર્ગ, દિવસ અને રાત્રિમાં ભરચક રહેતો હોવાથી, તેણીને પોતાનું એકલવાયાપણું, બહુ અરતિ કરાવનારું થયું નહીં. પરંતુ ઉલટાનું કુમારનું પુણ્ય અને પ એવું જોરદાર હતું કે, દિવસમાં પ્રતિક્ષણ કુમારને રમાડવાના બહાને પણ, સખી સમુદાયની હાજરી રહ્યા જ કરતી હતી. અને કઈ કઈવાર બુદ્ધિમતી સખીઓના સંવાદ પણ ચાલતા હતા.
એક સખી: આવા ધનવાનના ઘેર વળી, દેવકુમાર જેવા દીકરાને જન્મ થાય તે, પણ છે કશી વધામણી?
બીજી બેનપણીપરંતુ આ બાળકના બાપની છાતી પણ કેવી ગજવેલ જેવી હશે ? બાળકનું મુખ જેવાય, ઘરમાં ન રેકાણુ, એક વર્ષ પછી દીક્ષા લીધી હતી તે શું વાંધો હતો?