________________
છ માસના બાળકને, માતા સાધુને વહાવવાને આગ્રહ કરે છે
પ્રતિબંધ કરવા સખત ભલામણ કરીને, આવેલા હોવા છતાં પણ, અહીં આવીને સાવ બદલાઈ ગયા હતા. સંસારપક્ષમાં ભળી ગયા હતા. વાસનાના પાસલામાં ફસાઈને, પિતે જાતે કરેલી પોતાના માટેની ભલામણોને પણ, બેપરવા, અવળે જવાબ આપતા હતા.
સુનંદાદેવીને, પુત્રના રડવાના સ્વભાવથી, કંટાળો વધી ગયો હતો. અને મહામુનિરાજને બહારથી સુમધુર ધર્મલાભ શબ્દ સંભળાય. અને બાળકને પારણામાંથી ઉંચકી વહરાવી દેવાની તૈયારી કરી, પધારે એમ મુનિવરોને આમંત્રણ આપ્યું. અને મુનિરાજે શ્રાવિકા સુનંદાના ઘરમાં પધાર્યા.
સુનંદા શ્રાવિકા આહારના ભાજનની માફક, બાળકને ઉંચકીને, વહરવા સામી આવી. મુનિરાજને ઉદ્દેશીને કહે છે કે, લે આ તમારે બાળક, તમારા વિના રહેવા તૈયાર નથી. દિનરાત રડવા સિવાય એને કશું ગમતું નથી, રમકડાં, ગાયન, હુલામણાં, કઈ ચીજ એને આકર્ષક નથી. માત્ર એને ગમે છે તમારી દીક્ષા, અને તમારું નામ.
જુઓ જુઓ. હમણું પણ તમારી સામે જ જોયા કરે છે, હસે છે. તમે વહેરે એટલી જ વાર છે. તમારી સાથે આવવા જ તેની ઇચ્છા છે. માટે ઝેળી ઘરે. અને હું શિષ્ય ભિક્ષા આપું છું. મને ક્ષણ વાર પણ તેણે આનંદ આપ્યો નથી. મેં નથી કરી જિનપૂજા, નથી કર્યું સામાયિક કે પ્રતિક્રમણ પૂરી નિદ્રા પણ લીધી નથી.
મુનિશ્રી ધનાગરિ મહારાજ શ્રાવિકા તમે ઉતાવળા થાય છે. સંસાર આવે જ છે. સંસારમાં સુખ જ હેત તે, તીર્થકરેદેવ, ચકવતીઓ અને, બલદેવે જેવા અતિ સુખી પુરૂષે પણ સંસારનો ત્યાગ કેમ કરે? બાળકોના ઉછેરમાં સુખ કે શાન્તિ હોય જ શાની ? અને સુખ શાન્તિ હોય તો ચંદનબાલા જેવી કુમારિકા મહાસતીઓ દીક્ષા કેમ લે ?
બાળક ન થાય એ માર્ગ લે તે ઘણું જ ઉત્તમ કાર્ય છે. હવે તો તમારે તેને, તેની અનુકૂળતાએ, ઉછેરી મેટ કરે એ જ ધોરી માર્ગ ગણાય, તમે તો અમને પણ આ બાલકને લાલન-પાલન કરવાના લહાવા લેવાને આગ્રહ કરતાં હતાં, અને આમ અતિ અલ્પકાળમાં કેમ કંટાળી ગયાં ? -
સુનંદાદેવીના સગાભાઈ મુનિશ્રી આર્યસમીતજી કહે છે : શ્રાવિકાબેન, ઉતાવળ ન કરે અને વિચાર કરી ભી જાવ. આટલા નાના બાળકને સાધુઓ શું કરે? એને ધવડાવે કોણ હલાવે કેણ? પારણામાં હીંચેલે કોણ? તેના અપવિત્ર મળમૂત્રની શુદ્ધિ કોણ કરે ?
- બાળક દુઃખી થશે અને તમને સમાચાર જાણવા મળશે તે, તમે પણ દુખી થશે. ગમે તેટલી માતાઓ મળશે પણ સગી માતાએ કયાંથી મળશે ? આજે આપવાની ઉતાવળ, બે દિવસ પછી પાછા લેવાની ધમાલમાં પરિણમશે!
૨૭