________________
૨૨૧
'^
^^
વયરકુમાર મહામુનિરાજને તીવ્ર ઉપયોગ
આચાર્ય ભગવાન ના ભાઈ ના, એ તો બહુ થાકી ગયો છે. અને તમને પણ તેથી જ લાભ મળે છે. તેડવા આવેલા કહે છે અમારાં અહોભાગ્ય. પરંતુ બાપજી! બાલમુનિ-રાજને જ મોકલે. ફક્ત ચાર ડગલાં જ છે. અને બધા મુનિના સામું જોઈ કાલાવાલા કરવા લાગ્યા.
મુનિશ્રીના શરીરમાં પણ, વગર વાપર્યો તેજ આવ્યું હતું. ગુરુજી મહારાજે વજકુમાર મુનિની સામે જોયું. લોકોને આગ્રહ જાણ સૂરિ ભગવંતે વહોરવા જવા આજ્ઞા આપી. અને બાળમુનિ પ્રતિલેખન કરીને આપેલું પાત્ર લઈને, સ્કંધાવારમાં વહોરવા પધાર્યા.
વહેરાવનાર: (પકવાનનું ભરેલું ભાજન ઉઘાડીને) વહોરે બાપજી? પધારો મહારાજ! લાભ આપ સ્વામી !
મુનિ પુછે છે શું છે? કેટલા દિવસનું છે? વહરાવનાર : આજનું જ છે અને કેળાપાક છે.
મુનિશ્રી કેળા પાકનું નામ સાંભળી આશ્ચર્ય પામ્યા. વહરતાં અટકી ગયા. વિચારવા લાગ્યા. અત્યારે આવા પ્રદેશમાં, કેળાનાં ફળ બિલકુલ અસંભવિત ગણાય. આ લોકો ક્યા દેશના હશે! મુનિશ્રી તેઓને દેશ નકકી કરવા ધારી ધારીને જોવા લાગ્યા. મુખ જોતાં લાગ્યું કે, આખો કેમ મીંચાતી નથી? ડોકમાં જોયું. ફૂલની માળા, જરાપણુ કરમાયા વગર, મઘમઘાટ સુગંધવાળી દેખાઈ. તુરતજ પગો સામું જોયું, પગ જમીનથી ચાર આંગળ અદ્ધર જણાયા.
તુરત જ બાલમનિ વજકુમાર સમજી ગયા. ચોક્કસ આ લેકે મનુષ્ય નથી. પરંતુ દેવો છે. તેથી શ્રીવીતરાગના મુનિરાજને, દેવ પિંડ લેવો કલ્પ નહીં. આ વહોરાવનાર દેવ છે. આ કેળાપાક દેવને પિંડ છે. હું કેમ વહોરી શકું? વહોરાવનારને ના પાડી ખાલી પાત્રે મુનિશ્રી ગુરુ પાસે પાછા આવ્યા.
ગુરુ પાસે આવીને બનેલી ઘટના ગુરૂદેવને, કહી સંભળાવી. આચાર્ય ભગવાન સિંહગિરિસૂરિમહારાજ અને ધનગિરિ વગેરે મુનિ સમુદાય, બાળમુનિની બુદ્ધિ, તાત્કાલીક ઉપયોગ, વિચારશક્તિ અને થાક-સુધા અને તૃષા અપ્રમાણ હોવા છતાં, મુનિ આચાર પ્રત્યે આવી અજેડ જાગ્રતિ જાણી, આશ્ચર્ય પામવા સાથે અનુમોદના કરવા લાગ્યા. દૈવી શક્તિથી મુનિમાં ચાલવાની તાકાદ આવી ગઈ અને અદીન ભાવે નજીકના શ્રદ્ધાળુ પ્રદેશમાં પહોંચી ગયા. ત્યાં બધી અશન-પાનની નિર્દોષ સગવડ મળી ગઈ.
પ્રશ્ન : વહોરાવનાર કોણ હતા ? ઉત્તર : વજકુમારને ગયા જન્મના મિત્ર દેવ હતા. વયરકુમાર મુનિના આવા