________________
૨૨૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જોઈ સંસારને સ્વાદ, સતીશિરોમણી મહારાજાની પુત્રી મહારાજાની પુત્રવધૂ અને હનુમાન જેવા મહાવીરની જન્મદાત્રી માતાના આ સંસારે કેવા બૂરા હાલ બનાવ્યા છે.
સતી મદાલસાને, આ સંસારની ભયંકરતા સમજાઈ ગઈ. અને માતાપિતાની રજા લીધા વગર વનમાં ચાલી ગઈ. એકવડના ઝાડ ઉપર રાત-દિવસને વસવાટ કર્યો. ફળને આહાર, નદી ઝરણાંનું પાણી, ઝાડની છાલનાં વસ્ત્રો અને સંસારની અસારતાનું જ ધ્યાન શરૂ થયું.
વીતરાગ શાસનની પ્રાપ્તિ કે ઓળખાણ હતી નહીં. તેથી આરાધનાને માર્ગ જયો નહીં. પરંતુ શીલવ્રતની સાવધાનતા અજોડ હતી. કુમારિકા હોવાથી પોતે શરીરને સંસ્કાર કરતી નથી. નિરસ ખોરાક સાથે તપશ્ચર્યા પણ ચાલુ હતી. પરંતુ સ્વભાવસિદ્ધ દેવાંગના જેવું રૂપ, ખીલતી જુવાની, નૈસર્ગિક લાવણ્ય, કયું વલ્કલનાં વમાં ઢંકાયું પણ આ બધું રહ્યું નહીં. કઈ વાર નજીકના પ્રદેશને નૃપતિ, ફરતે ફરતે ત્યાં આવી ચડે, અને મદાલસાને જોઈ
પ્રથમ દર્શને જ રાજા મદાલસામાં, આસક્ત થઈ ગયે. વિચારવા લાગ્યા. આ નિર્જન વનમાં કોઈ મનુષ્યને વસવાટ જ નથી અને રૂપલાવણ્યની અસમાનતા જણાય છે, માટે કોઈ નાગકન્યા અથવા વિદ્યાધરી હેવી સંભવે છે, તેથી રાજાએ પાસે આવી મદાલસાને પૂછયું, મદાલસાએ પણ પોતાને વૈરાગ્યમય, દેશ, કુળ અને માતા-પિતા આદિ વૃતાન્ત કહી સંભળાવ્યા.
રાજાએ કમળ યાચનાથી, પિતાની ઈચ્છા જાહેર કરી. મદાલસાએ પિતાને એક પુત્ર થાય તે, છૂટા કરવાની અથવા પિતાના પુત્રની સત્તા, પિતાની રહેવા માટે રાજા પાસે બાંહેધરી લઈને, રાજા સાથે લગ્ન કર્યા. વૈરાગ્યદશામાં પણ મદાલસાને પાંચ પુત્રો થયા. રાજાએ મદાલસાને, તાપસી થવા રજા આપી નહીં. પણ પાંચ બાલપુત્રને તાપસ બનાવ્યા અને રાજાના અવસાન પછી રાજા બનેલા પિતાના છઠ્ઠા નંબરના પુત્રને પણ, પ્રતિબોધ કર્યો. મદાલસાને પિતાના પ્રત્યે ઉપદેશ:
शुद्धोसि बुद्धोसि निरंजनोसि संसारमायापरिवर्जितोसि । नकस्यचित् त्वं न च तेस्ति कश्चित्, मदालसावाक्यमुवाचपुत्रं ॥१॥
અર્થ : હે પુત્ર ! તું મહાજ્ઞાની છે. સંસારના પાપોથી ખરડાએલ નથી; સંસારની માયામાં ફસાએલો નથી; તું કેઈને નથી, તારું પણ કોઈ નથી. આવાં વાક્યો સંભળાવીને રાણ મદાલસાએ, પિતાના પુત્રોને, સંસારમાં, ખૂંચવા દીધા નહીં અને રાજાના અવસાન પછી પિતે પણ વનવાસી તાપસી થઈ સુગતિમાં ગઈ.