________________
૨૨૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
બાળકના ઉત્તર
નાવાહો મન ! ન વાળ્યા મે સત્ત્વતી, ત્રવૃત્તે પંચમે વર્ષે, વળયામિ નનત્રયં ।।
અર્થ : હું મહારાજ ! હું બાળક નથી. અને મારી સરસ્વતી પણ બાળક નથી. હમણાં મને પાંચવર્ષ પૂર્ણ થયાં નથી તેાપણુ, ત્રણ જગતનું વર્ણન કરી શકું છું. આ બાળકને સરસ્વતી સાક્ષાત્ હતી.
પછીથી તુરત જ તેઓ શૈવદીક્ષાને પામી શકરાચાર્ય થયા હતા. ગયા જન્મના ( પાપાનુબંધી ) પુણ્યેાદયથી, ઘણા તાર્કિક અને વિદ્વાન હાવાથી અનેક રાજાએને પેાતાના ભક્ત અનાવી શકયા હતા.
મદાલસાની કથા
તથા મહાસતી મદાલસાના પાંચ પુત્રો બાલબ્રહ્મચારી તાપસ થયા હતા. મદાલસા રાજ્યપુત્રી હતી. તેણી રૂપવતી, ગુણવતી અને બુદ્ધિમતી હતી. અને ઘણી વિચારક પણ હતી. એકવાર કોઈ પુરુષસદ્ગુણવાળી, પણ પેાતાની પત્નીને, શકાથી જોતા હેાવાથી, વારંવાર મારતા હતા. ઘણા ત્રાસ આપતા હતા.
મદાલસાએ પહેલાં આ બનાવ સાંભળ્યા અને જાતે તપાસ કરી અનુભબ્યા. પછી મદાલસાને, નારીના જીવતર માટે દુ:ખ થયું. ગમે તેવા મહાદુર બાપની દીકરી પણ નારી ખીચારી જ ગણાય છે. નારી જીવન, પરવશ દયામણું, આશિયાળુ જીવન છે. પુરુષની મહેરબાની હાય તેા જ સુખ છે. પુરુષ સદાચારી-વિવેકી અને ખાનદાન મળે તેા જ, નારી સુખી જીવન જીવી શકે છે.
તે સુખ પણ ઝાંઝવાનાં નીર જેવું, ઘરમાં પુરાઈ રહેવું, સાસુ-નણુ દ–જેઠાણીઆ, સસરાજી, પતિદેવ, જેઠ, દિયર અધાઓની કાકલુદી કરવી, પ્રસન્નતા મેળવવી, મળે કે ન મળે તે અચેાકસ, આઠ દશ કલાક મજૂરણની પેઠે, વગર પગારે, ઘરનાં રસાઈ વગેરે કામ કરવા છતાં પણુ, વારંવાર અપમાને, મેણાંટાણાં, સાંભળવાં; બધાએના જમ્યા પછી જમવું, સૂવા પછી સૂવું, જાગ્યા પહેલાં જાગવું વગેરે.
ગલની વેદના, પ્રસવની વેદના, અનેક રોગાના ભયેામાંથી પસાર થવું, ખાળકને ઉચ્છેરવાં, એક, બે, ત્રણ, પાંચ-દેશ, પણ સંતાનોને, ધવડાવવાં, નવડાવવાં, ખવડાવવા, અપવિત્ર શરીર વસ્ત્રોને શુદ્ધ કરવાં, રડતાં છાનાં રાખવાં, માંદા થાય તેા માવજત કરવી, અનેક હવસા સુધી રાત-દિવસ નિદ્રા પણ ન લઈ શકાય; અર્થાત્ પતિની નોકરડી અને બાળકાની આયા જેવું નારી જીવન છે.
આટલું સહન કરવાની જરૂર, માત્ર, અનંતાકાળથી રાગની માફ્ક લાગુ પડેલ,