________________
૨૦૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
જવાન ઘા હજીય રુઝાયો નથી. એટલે પિતાના આ વહાલા બાળકને, જીવનનું સર્વસ્વ સમજે, એ બનવા ગ્ય છે. તેથી હવે મારે એ માર્ગ લે જોઈએ કે, મારી માતા પિતે કંટાળીને, મને પિતા મુનિરાજને વહેરાવી દે.
આવા ચારિત્ર લેવાના આગ્રહી બાળકે, દિનરાત રડવાનું શરૂ કર્યું માતા ધવડાવે, હલરા, રમાડે, પંપાળે, ગાયન સંભળાવે, પરંતુ બધું જ વ્યર્થ. ઘેર આવનાર સખીઓસગા-સ્નેહીઓ પણુ, બાળકને રમાડવા હાથમાં લે. પણ, બાળકે રોવાનું ચાલુ રાખ્યું. એમાં વચમાં કઈ ટિખળ કરે ને બોલી નાખે કે –
બાલ? પિતા મુનિ તાહરા, આવે ભિક્ષા કાજ
તે તુજને વહોરાવશું, રડીશ નહીં તું? આજ છે એના બાપને વહોરાવી દે. આ કજીઆળો છોકરે શું કામ? બીચારી માને ક્ષણવાર જપીને બેસવા, ખાવા, કે ઊંઘવા દેતું નથી. આવાં વાક્યો સંભળાય ત્યારે બાળક રેતે બંધ થઈ જાય. કાન દઈને બરાબર સાંભળે. સિવાય રેવાનો રિવાજ ચાલુ જ રાખ્યો હતો.
બાળક છમાસને થતાં તે, સુશ્રાવિકા સુનંદાદેવી કંટાળી ગયાં. અને મને મન નક્કી જ કરી લીધું કે, મહારાજ ગામમાં પધારે કે વહોરાવી દઉં. અને ભાવિભાવ એમ જ થયું કે આચાર્ય મહારાજ સિંહગિરિસૂરિ મહારાજ આર્યસમિત (સુનંદાદેવીના સગા ભાઈ) અને આર્યધનગિરિજી વગેરે અનેક સાધુઓ સહિત તુંબવન ગામમાં પધાર્યા.
શ્રી સંઘે મોટા આડંબરથી, આચાર્ય ભગવાનને પુર પ્રવેશ કરાવ્યો. વ્યાખ્યાનાદિ થયું. અવસર પામીને, આર્યસમિત અને આર્યધનાગરિ ગોચરી વહેરવા નીકળ્યા, અને ગુરુ મહારાજાએ નીકળતાં ફરમાવ્યું કે, સચિત્ત-અચિત્ત લભ્ય વસ્તુ આજે વહોરે?
પ્રશ્ન : જૈન સાધુઓને સચિત્ત વસ્તુને અડકવાની પણ મનાઈ છે. તે પછી ગુરુ મહારાજાએ આજે વહોરવાની રજા કેમ આપી?
ઉત્તર : સચિત્ત શબ્દનો અર્થ સચિત્ત-પૃથ્વી-જલ–વનસ્પતિ નહીં પણ, કઈ વખતે શિષ્ય વહરાવે તે વહોરવો. અહીં સચિત્ત શબ્દને અર્થ આવો સમજવો. અને શકુને તથા ગુરુવચનેને ધ્યાનમાં લઈ, સુનંદા શ્રાવિકાને ઘેર પધાર્યા.
દેવી સુનંદા તે, (ભવિતવ્યતા એવી જ હેવાથી) બાળકના અહોરાત્રિના રડવાથી કંટાળેલાં જ હતાં, અને ક્યારે મહારાજ આવે, અને આ ઉપાધિમાંથી છૂટી થાઉં.
વાચકોએ સમજવાનું કે ભવિતવ્યતાના યોગે જ આવા બનાવો બને છે. નહીંતર નાગદત્ત, મેતાર્ય, દેવદ્ધિ જેવા મહાપુરુષે દેવકથી અવ્યા પહેલાં, પિતાના મિત્રોને